સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 28 April 2015

ચીને એડનના અખાતમાં ન્યુક્લિયર સબમરિન તૈનાત કરી દીધી

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

ચીને એડનના અખાતમાં ન્યુક્લિયર સબમરિન તૈનાત કરી દીધી

ચીન-પાકિસ્તાનની નિકટતા વચ્ચે વધુ એક મોરચે ભારતની ચિંતા વધી

ચાંચિયાઓ પર નજર રાખવાના બહાને ભારત સહિતના પડોશી દેશોની કનડગત કરવાની દાનત

(પીટીઆઇ)    બીજિંગ, તા.૨૮
ચાંચિયાઓ પર નજર રાખવા ચીને સૌપ્રથમ વખત એડનના અખાતમાં એક ન્યુક્લિઅર સબમરીન તૈનાત કરી છે, જેના કારણે ભારત સહિતના પડોશી દેશો નારાજ થઇ શકે તેમ હોવાનું સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે.
ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના નૌકાદળની ન્યુક્લિઅર સબમરીન બે જહાજો અને એક સપ્લાય વૅસલના એસ્કોર્ટિંગ સાથે એડનના અખાતમાં બે મહિનાથી પણ વધુ સમયથી એન્ટિ-પાઇરસી પેટ્રોલિંગ કરી રહી છે.  સંરક્ષણ વિશ્લેષકોનું માનવું છે કે ચીનનું આ પગલું ભારત સહિતના તેના પડોશી દેશોને નારાજ કરી શકે છે. ચીન વિદેશોમાં પણ રાજકીય અને રોકાણ હિતો વધારી રહ્યું હોવાથી દરિયામાં દૂર સુધી વધુ વૅસલ્સ તૈનાત કરે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.
તાઇપેઇ સ્થિત સોસાયટી ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝના સેક્રેટરી જનરલ હસીહ તાઇ-હસીએ કહ્યું હતું કે એડનના અખાતમાં ન્યુક્લિઅર સબમરીન ઉતારવાનું ચીનનું પગલું ભારત સહિતના પ્રાદેશિક દેશોની તેમ જ અમેરિકાની ચિંતા વધારી શકે છે.
તેમણે ઉમેર્યું હતું કે ચીન પાસેથી ૮ સબમરીનો ખરીદવા પાકિસ્તાને કરેલા સોદા અને દક્ષિણ એશિયામાં પોર્ટ પ્રોજેક્ટ્સમાં ચીનની સામેલગીરીના કારણે ભારત અગાઉથી જ ચિંતિત છે.
 
Source :- http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Sunday, 26 April 2015

ભૂકંપના વધુ આંચકાથી ભયભીત નેપાળ ઃ મૃત્યુ આંક ૩૦૦૦

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

ભૂકંપના વધુ આંચકાથી ભયભીત નેપાળ ઃ મૃત્યુ આંક ૩૦૦૦

વિનાશક ભૂકંપ પછી આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની ભીતિ વચ્ચે

વરસાદ પડશે તો રાહત અને બચાવ કામગીરી ઠપ થઇ જવાની શક્યતા

સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર અને પૂર્વ ઉ.પ્રદેશમાં પણ વરસાદની સંભાવના
આફ્ટરશોક્સ ચાલુ હોવાથી લોકોએ કાતિલ ઠંડી છતાં ખુલ્લામાં જ રાત ગાળી ઃ માઉન્ટ એવરેસ્ટ પર ફરી હિમપ્રપાત, કુલ ૨૨નાં મોત
નેપાળના  ત્રિશૂલી હાઇડ્રો પ્રોજેક્ટ ખાતે ટનલ ધસી પડતાં ૬૦ મજૂરો દટાયાની દહેશત
નેપાળમાં ઇજાગ્રસ્તોનો આંકડો ૮૦૦૦ને પાર
નેપાળમાં મોડીરાત્રે પ.૩નો આંચકો  કેટલાક વિસ્તારોમાં વરસાદ

(પીટીઆઇ)    કાઠમંડુ, તા.૨૬
નેપાળમાં ગઇ કાલે ૭.૯ની તીવ્રતાના ભૂકંપે સર્જેલા વિનાશમાં મૃત્યુઆંક વધીને ૩૦૦૦ થયો છે અને ઇજાગ્રસ્તોનો આંકડો પણ ૮,૦૦૦ને પાર કરી ગયો છે. આજે બપોરે ફરી ધરા ધુ્રજતાં ૬.૭ અને ૬.૫ની તીવ્રતાના લાગલગાટ બે શક્તિશાળી આફ્ટરશોક્સથી પણ લોકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. આ આફ્ટરશોક્સથી ત્રિશૂલી હાઇડ્રો પ્રોજેક્ટ ખાતે એક ટનલ ધસી પડતાં ૬૦ મજૂરો દટાયા હોવાની ભીતિ છે. નેપાળના ૨૬ જિલ્લા ભૂકંપથી સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. જોકે, દેશનો પશ્ચિમી હિસ્સો સુરક્ષિત ઘોષિત કરાયો છે. દરમિયાનમાં  શનિવારના ભયાનક ભૂકંપથી ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા નેપાળના લોકો પર હવે ભારે વરસાદનું જોખમ તોળાઇ રહ્યું છે. નેપાળમાં ૨૪ આગામી કલાકમાં ભારે વરસાદની ભીતિ દર્શાવવામાં આવી છે. વરસાદ પડશે તો રાહત અને બચાવ કામગીરી ઠપ જઇ જવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ભારે વરસાદને કારણે નેપાળમાં ભૂસ્ખલનની ઘટનાઓની પણ શક્યતા છે.
આફ્ટરશોક્સનો સિલસિલો જારી હોવાથી ગઇ કાલે લોકોએ તેમના ઘરોમાં પાછા ફરવાના બદલે કાતિલ ઠંડી વચ્ચે ખુલ્લામાં જ રાત ગાળી હતી. કાઠમંડુ ખીણમાં જ ૧,૧૦૦ મોત થયા હોવાના અહેવાલ છે. હજુ ઘણા ધરાશાયી મકાનોનો કાટમાળ ખસેડવાની કામગીરી બાકી હોવાથી મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઇ રહી છે.  નેપાળમાં ૮૦ વર્ષના સૌથી વિનાશકારી ભૂકંપના પગલે ઘોષિત કરાયેલી રાષ્ટ્રીય કટોકટી વચ્ચે રાહત-સહાય કામગીરીમાં મદદ માટે ભારત સહિત વિવિધ દેશોની ટુકડીઓ કાઠમંડુ પહોંચી છે. જોકે, કેટલાક સ્થળે આફ્ટરશોક્સ અને પ્રતિકૂળ હવામાનના કારણે રાહત-બચાવ કામગીરી અવરોધાઇ હતી.
દરમિયાન, પર્વતારોહકોના જણાવ્યાનુસાર આફ્ટરશોક્સથી માઉન્ટ એવરેસ્ટ પર પણ વધુ હિમપ્રપાત થયો છે, જેના પગલે ત્યાં મૃત્યુઆંક વધીને ૨૨ થયો છે. ભારતીય હવાઇ દળના એમઆઇ-૧૭ હેલિકોપ્ટર્સે માઉન્ટ એવરેસ્ટ પરથી મૃતદેહોને ખસેડવા પાંચ ઉડાનો ભરી હતી તથા ઘાયલોને મિલિટરી હોસ્પિટલોમાં ખસેડાયા હતા. તમામ ૭ ખંડોના સર્વોચ્ચ શિખરો સર કરવાનો પ્રયાસ કરતા ભારતના ૫૪ વર્ષીય અંકુર બહલ તથા અન્ય ૧૧ પર્વતારોહકો માઉન્ટ એવરેસ્ટના કેમ્પ-૨ ખાતે ફસાયેલા છે.
ઇજાગ્રસ્તો હજારોની સંખ્યામાં હોઇ નેપાળની હોસ્પિટલો નાની પડી રહી છે અને લોકો હોસ્પિટલોની અંદર અને બહાર ભોંય પર સૂઇને સારવાર લઇ રહ્યા છે. ફૂડ પેકેટ્સ અને તંબુઓ સહિતની ૪૩ ટન રાહતસામગ્રી તથા ૨૦૦ રેસ્ક્યૂઅર્સ સાથે આજે ભારતીય હવાઇ દળના વિમાનો કાઠમંડુ પહોંચ્યા હતા. મોટા ભાગના નેપાળમાં વીજળીના થાંભલા ધરાશાયી થતાં અને વીજળીની લાઇનોને ગંભીર નુકસાનના કારણે વીજળી ડૂલ થયેલી છે અને હજુ થોડા દિવસો સુધી આ સ્થિતિ રહેવાની શક્યતા છે. બીજી બાજુ હવામાન ખાતાના જણાવ્યા મુજબ ભારતમાં પણ સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ  પડી શકે છે. પૃથ્વી વિજ્ઞાાન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે વરસાદ ૨૭ અને ૨૮ એપ્રિલ સુધી ચાલુ રહે તેવી શક્યતા છે.  ભારે વરસાદની સાથે ઝડપી પવન ફૂંકાવાની પણ શકયતા છે. વરસાદને કારણે બચાવ અને નિયંત્રણ કાર્યમાં અવરોધ ઉભો થવાની સંભાવના છે. નેપાળના પૂર્વ વિસ્તારમાં વધુ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.  કાઠમાંડુ માટે પણ આવી જ શક્યતા દર્શાવવામાં આવી છે. વરસાદ આધારિત દુર્ઘટનાઓ અટકાવવા માટે અગાઉથી જ સાવચેતીના પગલાં લેવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઇન્ડિયન સુનામી અર્લી વોર્નિંગ સેન્ટરે ભૂકંપ આવ્યાના ૧૦ મિનિટ પછી જ ભૂકંપનું કેન્દ્ર અને તીવ્રતાની માહિતી આપી હતી.
 
Source :- http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 22 April 2015

ગુજરાત સરકાર હવે વ્યંડળોને મહિને બે હજાર રૃપિયાનું પેન્શન આપશે !

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

ગુજરાત સરકાર હવે વ્યંડળોને મહિને બે હજાર રૃપિયાનું પેન્શન આપશે !

શિક્ષિત બેકારોને ભથ્થું ચૂકવાતું નથી પણ

ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટેની આ નવી સ્કીમનો લાભ 'ગે' વ્યક્તિઓને નહીં મળે તેવી સરકારી ચોખવટ
(પ્રતિનિધિ દ્વારા)    ગાંધીનગર, બુધવાર
ગુજરાત સરકાર શિક્ષિત બેરોજગારને કોઈ બેકારી ભથ્થું ચૂકવતી નથી. પરંતુ સરકારે રાજ્યમાં જાતિ પરિવર્તન પામેલી ટ્રાન્સજેન્ડર વ્યક્તિને મહિને એક હજાર રૃપિયા અને તેના મા-બાપને મહિને એક હજાર રૃપિયા પેન્શન આપવાનું નક્કી કર્યું છે. મજાની વાત એ છે કે, રાજ્યમાં જાતિ પરિવર્તન પામેલી ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓની સંખ્યા કેટલી છે, તેનો કોઈ સરવે કર્યા વગર આ યોજના જાહેર કરવામાં આવી છે.
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કે જેના દ્વારા આ નવી સ્કીમ બહાર પડાઈ છે, તેના સૂત્રો કહે છે કે, કેન્દ્ર સરકારના દબાણથી આ નવી યોજના ૨૦૧૫-૧૬ના વર્ષથી અમલી બનાવાઈ છે, જેમાં જાતિ પરિવર્તન પામેલી ટ્રાન્સજેન્ડર વ્યક્તિને દર મહિને એક હજાર રૃપિયા તથા આવી વ્યક્તિના મા-બાપને દર મહિને એક હજાર રૃપિયા પેન્શન તરીકે ચૂકવવામાં આવશે. આ નવી કેન્દ્ર પુરસ્કૃત યોજના છે, જેમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને પેન્શન આપવા પાછળ વર્ષે રૃા. ૧૨ લાખ તથા આવી વ્યક્તિઓના મા-બાપને પેન્શન આપવા વર્ષે રૃા. ૩૬ લાખ મળીને કુલ રૃા. ૪૮ લાખ ખર્ચાશે, જેમાં ૨૫ ટકા રકમ રાજ્ય સરકાર તથા ૭૫ ટકા રકમ કેન્દ્ર સરકાર ભોગવશે, તેમ જણાવાઈ રહ્યું છે. અધિકારી સૂત્રો સ્પષ્ટતા કરતા કહે છે કે, આ સ્કીમનો લાભ ફક્ત વ્યંઢળને જ મળશે, 'ગે' વ્યક્તિઓને આ લાભ નહીં મળે. તદુપરાંત લાભ લેવા ઈચ્છુકે રાજ્યના આરોગ્ય વિભાગ પાસેથી ટ્રાન્સજેન્ડર વ્યક્તિ તરીકેનું સર્ટિફિકેટ લઈને રજૂ કરવાનું રહેશે.
આ અધિકારી સૂત્રો એમ પણ કહે છે કે, આજની તારીખે રાજ્યમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ કેટલી વસે છે, તેનો કોઈ આંકડો સરકાર પાસે ઉપલબ્ધ નથી. અલબત્ત, કેન્દ્રીય ચૂંટણી પંચની મતદાર યાદીમાં આજની તારીખે પુરુષ અને સ્ત્રીમાં સમાવિષ્ટ ના હોય તેવી ૩૦૦ વ્યક્તિઓ નોંધાયેલી છે.
 
Source :- http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Monday, 20 April 2015

દરામલી ગામનું સાઇકલમંડળ ઃડે. સરપંચથી માંડીને સરકારી કર્મીઓ સાઇકલ ચલાવે છે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

દરામલી ગામનું સાઇકલમંડળ ઃડે. સરપંચથી માંડીને સરકારી કર્મીઓ સાઇકલ ચલાવે છે

પર્યાવરણ, આરોગ્ય ખાતર ગ્રામપંચાયતનો ન્યૂ કન્સેપ્ટ

૧,૫૦૦ની વસ્તીમાં ૧૫૦ સાઇકલો છે

ગ્રામપંચાયત સંચાલિત સાઇકલમંડળમાં પંચાયતના સભ્યો, પોસ્ટના કર્મચારીઓ, સ્કૂલ વિદ્યાર્થીઓ
અમદાવાદ,સોમવાર
આજની કારમી મોંઘવારીમાં પેટ્રોલખર્ચથી બચત થાય , પર્યાવરણની જાળવણી થાય , અકસ્માતનું પ્રમાણ ઘટે , શારિરીક તંદુરસ્તી જળવાઇ રહે તેવા હેતુસર સાબરકાંઠાના દરામલી ગામના ગ્રામ પંચાયતે ન્યૂ કન્સેપ્ટ અમલી બનાવ્યો છે. ઝડપી યાતાયાતના યુગમાં શહેરીજનો ભલે સાઇકલ ચલાવવામાં નાનમ અનુભવતા હોય બલ્કે દરામલી ગ્રામ પંચાયતે એક સાઇકલ મંડળ બનાવ્યું છે જેમાં ડેપ્યુટી સરપંચથી માંડીને ગ્રામ પંચાયતના સભ્યો સહિત , હાઇસ્કૂલના શિક્ષકો , વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ફરજિયાતપણે સાઇકલ ચલાવે છે. ગામમાં સાઇકલનો વધુ ઉપયોગ થાય તે માટે દરામલી ગ્રામ પંચાયતે સર્વાનુમાતે ઠરાવ સુધ્ધાં કર્યો છે. આ કારણોસર જ ૧૫૦૦ની વસ્તી ધરાવતાં આ નાનકડાં ગામમાં આજે ૧૫૦ સાઇકલો છે. આજે જયારે સમગ્ર દુનિયામાં વર્લ્ડ બાઇસિકલ ડેની ઉજવણી થઇ ત્યારે દરામલીના ગ્રામજનોએ સાઇકલનો ઉપયોગ કરીને આ દિવસના હેતુને જાણે બર લાવ્યો હતો.
દરામલી ગ્રામ પંચાયત ગુજરાતની મોર્ડન પંચાયતો પૈકીની એક છે. આ ગામની વિશેષતા એછેકે, દરામતી ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી , ગ્રામસેવક, હાઇસ્કૂલના આચાર્ય તમામપદે મહિલાઓ છે. મહિલા સરપંચ હેતલબેન દેસાઇનું કહેવું છેકે, છેલ્લાં બે વર્ષથી અમે ગ્રામ પંચાયત સંચાલિત સાઇકલ મંડળ બનાવ્યું છે જેમાં વધુને વધુ લોકો સાઇકલનો ઉપયોગ કરે તેવો અમારો મૂળભૂત હેતુ છે. અમારા આ વિચારને લોકો સ્વિકારી રહ્યાં છે.અમારા ગામમાં આજે બાઇક-કાર કરતાં સાઇકલ વાપરનારાં વધુ છે. પેટ્રોલનો ખર્ચ ન થાય, ગામમાં વાહનનું પ્રદુષણ અટકે, અકસ્માત ન થાય તેવા હેતુસર સાઇકલનો વધુ વપરાશ થાય તે જરૃરી છે. સાઇકલ મંડળના સભ્યો ગ્રામજનોને સાઇકલનો વપરાશ કરવાના ફાયદા વિશે પણ સમજાવે છે પરિણામે આજે ગ્રામજનો જ નહીં, પણ વિદ્યાર્થીઓ બાઇક કરતાં સાઇકલ ચલાવવાનું વધુ પસંદ કરી રહ્યાં છે.

દરામલીમાં રસ્તા પર કચરો-પાણી ફેંકનારને રૃા.૧૦૦ દંડ
દરામલી ગ્રામ પંચાયત એ આઇઓસી સર્ટિફિકેટ ધરાવે છે. ગામમાં ડોરટુડોર કચરાનું કલેક્શન થાય છે. ૧૦૦ ટકા શૌચલય છે. દરામલી ગામમાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટે પંચાયતે નિયમો ઘડયાં છે. જો કોઇ ગ્રામવાસી રસ્તામાં કચરો કે ગંદુ પાણી ફેંકે તો રૃા.૧૦૦ દંડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત ગામમાં દારૃ સહિત કોઇપણ પ્રકારનું વ્યસન કરે તો તેની સાથે વ્યવહાર કરવામાં આવતો નથી.

બેરોજગાર યુવાનો માટે ગામમાં નોલેજ બેંક બનાવાઇ છે
દરામલીમાં બેરોજગાર યુવાનો નોકરીઓ માટે ઓનલાઇન ફોર્મ ભરી શકે, કોચિંગ મેળવી શકે, કમ્પ્યુટર શીખી શકે તે માટે ગ્રામ પંચાયત દ્વારા નોલેજ બેંક બનાવાઇ છે જયાં રોજ વિદ્યાર્થીઓ, મહિલાઓ વિવિધ કોર્સ પણ શીખે છે. સમગ્ર ગામમાં વાઇફાઇની સુવિધા છે. સીસીટીવી કેમેરા ગામમાં ગોઠવાયેલાં છે.
 
Source :- http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Friday, 17 April 2015

વિશ્વમાં ૪૬ થી પણ વધુ હેરિટેજ સાઇટ્સનું અસ્તિત્વ ખતરામાં છે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

વિશ્વમાં ૪૬ થી પણ વધુ હેરિટેજ સાઇટ્સનું અસ્તિત્વ ખતરામાં છે

પૂર્વજોએ આપેલી વિરાસતની જાળવણી કરવાના ઉદ્ેશથી ૧૮ એપ્રિલના રોજ યુનેસ્કો દ્વારા વિ

૧૯૮૨માં ટયુનિશિયા ખાતે મળેલી ઇન્ટરનેશનલ કાઉન્સીલ ઓફ મોન્યુમેન્ટસ દ્વારા પહેલી વાર વર્લ્ડ હેરિટેજ ડે ઉજવવામાં આવ્યો હતો.
વિશ્વના ૧૦૦૭ માંથી ભારતના ૩૨ સ્થળો વર્લ્ડ હેરિટેજ છે
આ પહેલા ૧૯૭૨માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે સંયુકત રાષ્ટ્રસંઘના આંતર રાષ્ટ્રીય સંમેલનમાં દુનિયાના દેશોએ ઐતિહાસિક ઇમારતો તથા પ્રાકૃતિક સ્થળોનું રક્ષણ કરવાનું નકકી કરતા વર્લ્ડ હેરિટેજ સેન્ટરની સ્થાપના કરવામાં આવેલી. આ સેન્ટરે ઇજીપ્ત,ફ્રાંસ અને ઇટલીની મળીને કુલ ૮ જેટલી ઇમારતોને વિશ્વ વિરાસત જાહેર કરી હતી. આજે વિશ્વમાં આજે કુલ ૧૦૦૭ જેટલા ઐતિહાસિક સ્મારકો અને પ્રાકૃતિક સ્થળો વર્લ્ડ હેરિટેજ છે.૧૯૮૩માં ભારતના ચાર ઐતિહાસિક સ્થળો તાજમહાલ,આગરાનો કિલ્લો અને અજંતા અને ઇલોરાની ગુફાઓનો યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજમાં સમાવાયેલા જેની સંખ્યા આજે વધીને ૩૨ ઐતિહાસિક સ્થળો સુધી પહોંચી છે. આ યાદીમાં ગુજરાતની રાણકી વાવ અને પાવાગઢનો પણ સમાવેશ થાય છે.
 કોંગો,અફઘાનિસ્તાન અને યમન દેશની હેરિટેજ સાઇટસને જોખમ સૌથી વધારે
 જો કે દુનિયામાં વિશ્વ વિરાસત અંગે કડક સંરક્ષણની જોગવાઇ અને જાગૃતિ હોવા છતાં ૪૬ થી પણ વધુ સાઇટસ ખતરામાં છે. અર્થકવેક, નેચરલ ડિઝાસ્ટર, પોલ્યુશન, શહેરીકરણ, અને ટુરીઝમના પ્રોત્સાહનના અભાવના કારણે હેરિટેજ સાઇટસને ખતરો છે.  યમનના ઐતિહાસિક ટાઉન ઝાબિદમાં પણ અસલ બાંધકામને તોડીને ૪૦ ટકા ભાગમાં નવા પાકા ચણતર થયા છે. સૌથી ભયજનક હેરિટેજ સાઇટસ આફ્રિકાનો કોંગો દેશની છે.
ઇંગ્લેન્ડ,ઇટાલી અને ફ્રાંસ જેવા દેશો વિરાસતમાંથી નાણા કમાય છે
 વિશ્વમાં સૌથી વધુ ૫૦ જેટલી હેરિટેજ સાઇટસ ઇટલીમાં છે. ત્યાર બાદ ચીનમાં ૪૭, ફ્રાંસમાં ૩૯, જર્મનીમાં ૩૯,મેકસિકોમાં ૩૨ અમેરિકામાં ૨૮,રશિયામાં ૨૬ અન બ્રાઝીલમાં ૧૯,ઇઝરાયલમાં ૮, ઓસ્ટ્રેલિયામાં ૧૮ અને પાકિસ્તાનમાં ૬ હેરિટેજ સાઇટસ છે. દરિયા અને જમીનમાં મળીને આવેલી નેચરલ હેરિટેજ સાઇટસનો વિસ્તાર ૯૨૯૦ ચો કિ.મી થાય છે. દુનિયામાં ઇગ્લેન્ડ, ફ્રાંસ, જર્મની અને ઇટલી જેવા દેશો આ પ્રવાસીએને વિરાસત દેખાડીને કરોડો ડોલર કમાય છે.
 
Source :- http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 15 April 2015

ભારતીય રેલવેને ૧૬૨ વર્ષ પૂર્ણ ઃ આજે અમદાવાદ રેલવે સ્ટેશને ઉજવણી કરાશે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

ભારતીય રેલવેને ૧૬૨ વર્ષ પૂર્ણ ઃ આજે અમદાવાદ રેલવે સ્ટેશને ઉજવણી કરાશે

૧૬ એપ્રિલ ૧૮૫૩ના રોજ પહેલી ટ્રેન દોડેલી

કાલુપુર રેલવે સ્ટેશને કેક કાપીને રેલમુસાફરોનું સ્વાગત કરાશે  સ્ટિમ એન્જિન કાલુપુર રેલવે સ્ટેશનના પ્રાંગણમાં મોજુદ
અમદાવાદ , બુધવાર
ભારતીય રેલ્વેને આવતીકાલે તા,૧૬મી એપ્રિલે ૧૬૨ વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે. ભારતીય રેલવેના સ્થાપના  દિને અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને ભવ્ય ઉજવણી કરવા આયોજન કરાયું છે.
ભારતમાં ૧૬મી એપ્રિલ, ૧૮૫૩માં મુંબઇથી થાણા-બોરીબંદર વચ્ચે સૌ પ્રથમ રેલવે  શરૃ થઇ હતી.
આવતીકાલે ભારતીય રેલની સ્થાપના દિવસે અમદાવાદ શહેરના કાલુપુર રેલ્વે સ્ટેશન પર કેપ કાપીને રેલ મુસાફરોને પુષ્પગુચ્છ- મિઠાઇ ખવડાવી સ્વાગત કરવામાં આવશે. રેલવે આજે સલામત અને આરામદાયક મુસાફરી ગણાય છે. ૨૦મી જાન્યુઆરી, ૧૮૬૩માં અમદાવાદમાં સૌ પ્રથમ રેલવેનો પ્રારંભ થયો હતો જેનો રૃટ મહેમદાબાદ, વડોદરા, ભરૃચ અને સુરત સુધીનો હતો. જોકે, સ્ટિમ એન્જિન સાથેની આ રેલવે જોવા અમદાવાદના રેલ્વે સ્ટેશન પર ભારે ભીડ ઉમટી હતી. જોકે,ભારતમાં ૧૯૭૨માં સ્ટિમ એન્જિનનું નિર્માણ બંધ થઇ ગયું હતું. નોધનીય છેકે, આ જ સ્ટિમ એન્જિન આજેય કાલુપુર રેલવે સ્ટેશનના પ્રાંગણમાં મોજુદ છે. રેલવે સ્ટિમ એન્જિનને પ્રાંગણ સુધી લાવવામાં રેલ સતાધીશોને ખાસ્સી મહેનત કરવી પડી હતી. ૧૮૯૧માં ટ્રેનમાં ફર્સ્ટ કલાસમાં શૌચાલયની સુવિધા શરૃ કરવામાં આવી હતી ભારતમાં રેલ માળખાની યોજના ૧૮૩૨માં બનાવવામાં આવી હતી પણ એક દસકા સુધી કોઇ પ્રગતિ થઇ શકી ન હતી. ૧૮૪૪માં ભારતના ગવર્નર જનરલ લોર્ડ હોર્ડિંગે ભારતમાં રેલ માળખું સ્થાપવા માટે ખાનગી સાહસિક ઉદ્યોગોને મંજૂરી આપી હતી. આજે અમદાવાદ રેલવે સ્ટેશનેથી રોડ ૨૫૦ ટ્રેનો ઉપડે છે.રેલવે સ્થાપ્ના દિનની ઉજવણીમાં ગુજરાત રેલ પેસેન્જર અસોસિએશન અને રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
 
Source :- http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Tuesday, 14 April 2015

એક યુવતિ સાથે પાંચ વર્ષ મઝા કરી પ્રેમી બીજી યુવતિ સાથે ભાગી ગયો

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

એક યુવતિ સાથે પાંચ વર્ષ મઝા કરી પ્રેમી બીજી યુવતિ સાથે ભાગી ગયો

અમે લગ્ન કરવાના છે તું કલ્પેશને ફોન નહીં કરતી

મહુવાના નિહાલીના કલ્પેશ કુકણાએ વલવાડાની યુવતિ સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ દગો દી

બારડોલી, મંગળવાર
મહુવા તાલુકાના વલવાડા ગામે મામાના ઘરે રહેતી ૨૦ વર્ષની યુવતિને સાથે કામ કરતા નિહાલી ગામના યુવાને પાંચ વર્ષ પ્રેમ-સંબંધ રાખી લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં યુવાન પોતાના ગામની યુવતિ સાથે ભાગી જતાં મામલો મહુવા પોલીસ અને જિલ્લા મહિલા પોલીસ મથકે પહોંચ્યો છે. પરંતુ યુવતિની ફરિયાદ અરજી લીધા પોલીસે કોઇ કાર્યવાહી કરી નથી.
સ્થાનિક સૂત્રો તથા પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ વલવાડા ગામે મામાના ઘરે રહેતી ૨૦ વર્ષની યુવતિ કડોદરા વિસ્તારમાં મીલમાં નોકરી કરવા માટે જાય છે. યુવતિની સાથે કામ કરવા જતા કલ્પેશ ખાનસીંગ કુકણા (રહે. નિહાલી, તા. મહવા) સાથે પાંચ વર્ષ અગાઉ એક લગ્નપ્રસંગમાં ઓળખાણ થઇ હતી અને પછી પ્રેમ-સંબંધ થયો હતો. કલ્પેશ કુકણાએ અવારનવાર યુવતિને લગ્ન કરવાની ખાત્રી આપી શરીર સંબંધ બાંધ્યા હતા. બાદમાં તા. ૯-૩-૧૫ના રોજ કલ્પેશ કુકણા યુવતિને લઇ ચિતાલી ગામે તેની બહેનપણીના ઘરે મુકી આવ્યો હતો અને બીજા દિવસે આવીને લગ્ન કરવાની ખાત્રી આપી જતો રહ્યો હતો. યુવતિએ બીજા દિવસે કલ્પેશને ફોન કરતાં મોબાઇલ બંધ હતો.
બાદમાં કલ્પેશના ગામની યુવતિએ વલવાડા ગામની યુવતિને કલ્પેશના મોબાઇલથી ફોન કરી કહ્યું કે, અમો ભાગી ગયા છીએ અને લગ્ન કરવાના છે જેથી હવે કલ્પેશને ફોન કરતી નહીં. જેથી યુવતિ ચિતાલીથી પોતાના મામાના ઘરે વલવાડા જઇ માતા સાથે મહુવા પોલીસમાં જઇ કલ્પેશ વિરુદ્ધ ફરિયાદ આપી હતી. પરંતુ મહુવા પોલીસે કોઇ કાર્યવાહી નહીં કરતાં યુવતીએ સુરત જિલ્લા મહિલા પોલીસમાં જઇ લેખિત ફરિયાદ કરી છે. છતાં પોલીસે કાયદેસર કાર્યવાહી કરી નથી.
રાજ્યના મહિલા મુખ્યમંત્રી મહિલાઓના રક્ષણ માટે અનેક નવા કાયદા અને પગલાં લઇ રહ્યા છે. દરેક પોલીસ મથકે મહિલા સુરક્ષા વાન આપવામાં આવી છે. પરંતુ મહિલાઓ પ્રત્યેના ગુનામાં પોલીસનું વલણ હજુ બદલાયું નથી. જે આ યુવતિની પ્રેમીના દગાખોરી વિરુદ્ધની ફરિયાદમાં નજરે પડે છે.
 
Source :- http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Friday, 10 April 2015

ઇન્ટ્રા સ્ટેટ ફ્લાઇટ સર્વિસનું ચાર મહિનામાં જ 'બાળમરણ'

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 
ઇન્ટ્રા સ્ટેટ ફ્લાઇટ સર્વિસનું ચાર મહિનામાં જ 'બાળમરણ'

અમદાવાદથી પોરબંદર-ભૂજ-જામનગર માટે શરૃ કરાયેલી

અમદાવાદની ઓફિસને તાળાં લગાવી દેવામાં આવ્યાં ત્રણ મહિનામાં માત્ર ૬૦ લોકોએ મુસાફરી

અમદાવાદ, શુક્રવાર
પ્રવાસીઓ તેમજ બિઝનેસમેન કોઇ પણ પ્રકારની અગવડ વિના ઝડપથી  રાજ્યના એક શહેરથી બીજા શહેરમાં પહોંચી શકે તેવા હેતુથી વર્ષ ૨૦૧૫ની શરૃઆતમાં જ ઇન્ટ્રા સ્ટેટ ફ્લાઇટ શરૃ કરવામાં આવી હતી. આ ઇન્ટ્રા સ્ટેટ એર ફ્લાઇટે ચાર મહિના પણ પૂરા કર્યા નહોતા ત્યાં પૂરતા મુસાફરો નહીં મળી શકવાને કારણે તેના ઉપર અનિશ્ચિત સમય માટે તાળા લાગી ગયા છે. ઇન્ટ્રા સ્ટેટ એર ફ્લાઇટનું સંચાલન કરતી 'મેરી ટાઇમ એનર્જી હેલી સર્વિસ-મેહએર' દ્વારા આ સેવા ફરી શરૃ કરવાના સંકેત આપવામાં આવ્યા છે પરંતુ તેની નવી 'ઇનિંગ્સ'નો ફરી પ્રારંભ ક્યારે થશે તેની સામે મોટો પ્રશ્નાર્થ છે.
'મેહએર'ના આ  'બાળમરણ'  પાછળ તેનું ઊંચું એરફેર પણ જવાબદાર મનાય છે. અમદાવાદથી પોરબંદર, ભૂજ, જામનગર જવા માટે વન-વે ટ્રિપનું ભાડું રૃપિયા ૪૫૦૦થી રૃપિયા ૫૦૦૦ રાખવામાં આવ્યું હતું. 'મેહએર' દ્વારા બીજી જાન્યુઆરીએ અમદાવાદથી પોરબંદર માટેની ફ્લાઇટે સૌપ્રથમ ઉડાન ભરી હતી.  એક મહિના દરમિયાન 'મેહ એર' ૧૦૦ કલાકના ફ્લાઇંગ અવર્સ પૂરા કરે તો તેને  રૃપિયા ૨૫ લાખની સબસીડી આપવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. અલબત્ત, જાન્યુઆરીથી માર્ચ એમ ત્રણ મહિનામાં 'મેહ એર' એ કુલ ૮૫ કલાકના ફ્લાઇંગ અવર્સ માંડ પૂરા કર્યા હતા. આ સમયગાળા દરમિયાન કુલ ૬૦ મુસાફરોએ જ આ ઇન્ટ્રા સ્ટેટ ફ્લાઇટની સેવાનો લાભ લીધો હતો.  છેલ્લા ૧૦ દિવસથી અમદાવાદથી ઇન્ટ્રા સ્ટેટની એકપણ ફ્લાઇટે ઉડાન પણ ભરી નથી. આ સપ્તાહની શરૃઆતમાં જ અમદાવાદ એરપોર્ટ ખાતે તેની બૂકિંગ ઓફિસને પણ બંધ કરી દેવામાં આવી હતી. ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (ગુજસેઇલ)ના સહયોગથી 'મેહએર' દ્વારા આ ફ્લાઇટ શરૃ કરવામાં આવી હતી.
સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર 'મેહ એર'ના કર્મચારીઓને  બે મહિનાથી પગાર પણ ચૂકવાયો નથી.એમ પણ ચર્ચાઇ રહ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા એક મહિના માટે 'મેહ એર'ને રૃપિયા ૨૫ લાખની સબસીડી આપવામાં આવી હતી પરંતુ ભાવિ અંધકારમય જણાતા તેને પણ હાથ પાછા ખેંચી લીધા હતા. આ વિમાની સેવા સાથે સંકળાયેલા એક કર્મચારીએ જણાવ્યું હતું કે 'મુસાફર હોય કે ન હોય ઇન્ટ્રા સ્ટેટ એર સર્વિસને અમદાવાદથી ભુજ જવાનો ખર્ચ રૃપિયા ૫૩ હજાર થતો હતો. આ પૈકી રૃપિયા ૫૦ હજાર ઈંધણ-અન્ય ખર્ચ માટે જ્યારે રૃપિયા ૩ હજાર એરપોર્ટમાં પાર્કિંગ ફી પેટે ચૂકવવા પડતા હતા. અમદાવાદથી પોરબંદરની ફ્લાઇટ સપ્તાહમાં બે દિવસ, અમદાવાદથી જામનગરની ફ્લાઇટ સપ્તાહમાં ત્રણ દિવસ અને અમદાવાદથી ભુજની ફ્લાઇટ સપ્તાહમાં પાંચ દિવસ ઉડતી હતી. આ સ્થિતિમાં રૃપિયા ૫૩ હજારના ખર્ચ સામે ટિકીટ પેટે સરેરાશ આવક રૃપિયા ૧૦થી ૧૫ હજાર હતી. ઘણીવાર તો માત્ર એક બૂકિંગને કારણે ફ્લાઇટ કેન્સલ પણ કરવી પડી છે. છેલ્લા બે સપ્તાહમાં અમારી મોટાભાગની ફ્લાઇટ કેન્સલ થઇ છે. '
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે 'અમદાવાદ એરપોર્ટ ખાતે ફાળવાયેલી જગ્યા પરત કરવા માટે મેહએર દ્વારા અરજી પણ કરવામાં આવી છે. મેહએર સુરતની ડાયમંડ એરોનોટિક્સ લિમિટેડ સાથે હાથ મિલાવે તેવી પણ અટકળ છે. જે હાલ સુરત-ભાવનગર, સુરત-રાજકોટ વચ્ચે ઉડ્ડયન સેવાનું સંચાલન કરે છે.'

ત્રણ વર્ષમાં બીજી ઇન્ટ્રા સ્ટેટ સેવાને તાળા
રાજ્યમાં ત્રણ વર્ષમાં બીજી વખત ઇન્ટ્રા સ્ટેટ એર સર્વિસને તાળા લાગી ગયા છે. અગાઉ ઓગસ્ટ ૨૦૧૨માં ડેક્કન ચાર્ટર્સ દ્વારા અમદાવાદ-ભાવનગર-સુરત માટે એર સર્વિસ શરૃ કરવામાં આવી હતી. પરંતુ પૂરતા મુસાફર નહીં મળવાને કારણે તેને એપ્રિલ ૨૦૧૩માં બંધ કરી દેવાઇ હતી.

ઇન્ટ્રા સ્ટેટ ફ્લાઇટ સર્વિસ ઃ ફેક્ટ્સ-ફિગર્સ
૨ જાન્યુઆરીથી આ સેવાનો પ્રારંભ થયો હતો.
૯ મુસાફર એક ફ્લાઇટમાં બેસી શકે તેવી વ્યવસ્થા હતી.
૧૦૦ ફ્લાઇંગ અવર્સ મહિનામાં થાય તો રાજ્ય સરકાર દ્વારા ૨૫ લાખની સબસીડી આપવા બાહેંધરી
૮૫ ફ્લાઇંગ અવર્સ છેલ્લા ત્રણ મહિનામાં માંડ પૂરા કર્યા
૬૦ મુસાફરોએ છેલ્લા ત્રણ મહિનામાં મુસાફરી કરી
૫ હજાર વન-વે ટિકીટનું તોતિંગ એરફેર હતું.