સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 29 March 2015

તુર્કસ્તાનમાં ભૂગર્ભમાંથી ૫૦૦૦ વર્ષ જૂનું શહેર મળી આવ્યું

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

તુર્કસ્તાનમાં ભૂગર્ભમાંથી ૫૦૦૦ વર્ષ જૂનું શહેર મળી આવ્યું

સાત કિલોમીટર લાંબી એક સુરંગ મળી

એક જૂની ઇમારતના કાટમાળને ખસેડતાં અચાનક જ શહેરના અવશેષો મળ્યા

સ્ટાઇલ જોતાં ઓટોમન (ઉસ્માનિયા સલ્તનત) સામ્રાજ્યનું હોય એવું દેખાય છે
અંકારા, તા.૨૯
તુર્કસ્તાનમાં પાંચ હજાર  વર્ષ જુનું એક શહેર મળી આવતા લોકોને આશ્ચર્ય થયું હતું. જો કે આ શહેરનો શોધવા માટે કોઇ ખાસ શોધખોળ કરવામાં આવી નહતી, પરંતુ એક જુની ઇમારતને તોડતી વખતે આ શહેરના અવશેષ મળી આવ્યા હતા. એક દૈનિક પત્રના જણાવ્યા અનુસાર, નેવસેહીર શહેરમાં કેટલાક જુના મકાનોને તોડવાની કામગીરી ચાલી રહી છે ત્યારે જ આ શહેરના અવશેષો મળ્યા હતા.
મજુરો જ્યારે તોડી પાડેલા મકાનના કાટમાળને ખસેડી રહ્યા હતા ત્યારે ત્યાં સાત કિલો મીટર લાંબી એક સુરંગ નળી આવી હતી. આ કામગીરીના સુપરવાઇઝર જ્યારે એ સુરંગમાં આગળ વધ્યા તો તેમને શહેરના ખંડેર જોવા મળ્યા હતા. ભુગર્ભ વૈજ્ઞાાનિકોએ જ્યારે એ ખંડરોનો અભ્યાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે ત્યાં તો પાંચ હજાર વર્ષ પહેંલા એક શહેર હતું. એ શહેરનું ક્ષેત્રફળ ૫૦ લાખ ચોરસ ફુટ છે અને જમીનથી ૩૭૧ ફુટ નીચે ભુગર્ભમાં વસ્યું હતું. એની વસ્તી ૨૦ હજારની હોવાનું વૈજ્ઞાાનિકોએ કહ્યું હતું.
એક સમાચાર ચેનલે જણાવ્યુ હતું કે એવું લાગે છે કે વિદેશી આક્રમણ વખતે લોકોને બચાવવા માટે એ શહેર બનાવ્યું હશે.
 એની સ્ટાઇલ જોતાં એ ઓટોમન (ઉસ્માનિયા સલ્તનત)સામ્રજ્યનું હોય એવું દેખાય છે. શહેરની ગલીઓ અને રસ્તાઓનું  બાંધકામ ખૂબ સુંદર રીતે અને આયોજન પુર્વક કર્યું હોય એવું દેખાય છે. એક બહુમાળી ઇમારતમાં તો રસોઇઘર, ઉપર જવાનો રસ્તો, સ્નાનઘર, પથ્થરની ઘંટીઓ, રોશનદાન અને પાણી પુરવઠાના માર્ગો પણ છે. આ ઇમારત જોઇને પુરાતત્વવિદો આશ્ચયચકિત થઇ ગયા હતા અને હવે આગળ ખોદકામ કરશે.


 

Source :- http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Friday, 20 March 2015

ક્રિકેટ સટ્ટાની રમત ઃ અધધધ ૪૦૦૦ કરોડનું બેટિંગ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

ક્રિકેટ સટ્ટાની રમત ઃ અધધધ ૪૦૦૦ કરોડનું બેટિંગ

વડોદરાના ક્રિકેટસટ્ટામાં ટોમી પટેલે પૈસા આપેલા

આંગડિયાઓ થકી પૈસાની હેરફેર માટે નક્કી કરેલા 'કોડ'ને ડિકોડ કરવા પ્રયાસ

આઈપીએલ મેચ ફિક્સિંગના કૌભાંડમાં ટોમી પટેલના સટ્ટા બેટિંગ પછી નવો જ ફણગો ફૂટવાની શરૃઆત

(પ્રતિનિધિ તરફથી)    અમદાવાદ,તા.૨૦
વડોદરાથી ગઈકાલે પકડી પાડવામાં આવેલા ક્રિકેટ સટ્ટા બેટિંગના કૌભાંડ એક જ દિવસમાં ટોમી પટેલે આઈપીએલની મેચ માટે રૃપિયા આપ્યા હોવાનું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ધ્યાનમાં આવ્યું છે. ટોમી પટેલ અને કિરણ ઠક્કર ઉપરાંત પકડાયેલા બાર જેટલા સટોડિયાઓ પાસેથી મળેલા ડેટાનું સ્કેનિંગ કરતાં બહાર આવ્યું છે. જોકે આ પૈસા કયા હેતુથી અને કઈ મેચમાં અપાયા હતા તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. આ કૌભાંડનો આંકડો ૪૦૦૦ કરોડને આબે તેવી શક્યતા છે.
સટ્ટા બેટિંગના કૌભાંડના મુખ્ય સૂત્રધાર ટોમી પટેલ અને કિરણ ઠક્કર દુબઈમાં દિલીપ નામના સટોડિયા અને પાકિસ્તાનમાં નોમાન નામના સટોડિયાઓ સાથે સોદા કરતાં હતા. દરેક મેચમાં કરવામાં આવતા અંદાજે ૨૫ કરોડના સોદામાંથી ૫ કરોડના સોદા તેઓ દુબઈના દિલીપ નામના બુકીઓ સાથે અને ૫ કરોડના સોદા પાકિસ્તાનના નોમાન નામના બુકી મારફતે કરતાં હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાં ટોમી પટેલ ઉર્ફે ગિરીશ પટેલ સાથે રમેશ વ્યાસ નામની વ્યક્તિ પણ હોવાનું બહાર આવ્યું છે.
કોમ્પ્યુટર એક્સપર્ટની ફોજ લઈને સટ્ટો રમાડતા હતા
આ રમેશ વ્યાસની ભૂમિકા જરા વિસ્ફોટક હોવાનો નિર્દેશ મળી રહ્યો છે. અમદાવાદના જ નવરંગપુરા વિસ્તારમાં રમેશ વ્યાસ પાસે ખાનગી ટેલિફોન એક્સચેન્જ છે. આ ટેલિફોન એક્સચેન્જ થકી રમેશ વ્યાસ ટોપી પટેલ અને કિરણ ઠક્કરને ઇન્ટરનેશનલ બુકીઓ સાથે કોન્ટેક્ટમાં રહેવાનો રસ્તો કરી આપતો હતો. રમેશ વ્યાસ પણ ટોમી પટેલ અને કિરણ ઠક્કર સાથે જ ઝડપાઈ ગયો છે. આ સિવાય તેમની સાથે ઝડપાયેલા સાગરિતો તમામ કોમ્પ્યુરના એક્સપર્ટ છે. તેઓ બુકીઓને તેમના કામને સરળ બનાવી આપવામાં મદદ કરી રહ્યા છે. તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્કાઈપ મારફતે વાત કરવાની સુવિધા કરાવી આપવા ઉપરાંત બેટફેર નામની આંતરરાષ્ટ્રીય સટ્ટાની સત્તાવાર વેબસાઈટ સાથે પણ જોડી આપતા હતા. ભારતમાંથી આ વેબસાઈટ મારફતે પેમેન્ટ કરી ન શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે.
હવે હવાલા ઓપરેટરો અને આંગડિયાઓને નામ ખૂલશે
હવાલા ઓપરેટરની મદદથી આંતરરાષ્ટ્રીય સ્તરે પૈસાની લેવડદેવડમાં પણ તેની કોઈ ભૂમિકા હોવાની શક્યતાને એન્ફોર્સમેન્ટ તપાસ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરના બુકીઓ સાથે તેઓ પૈસાની લેવડદેવડ કઈ રીતે કરતાં હતા તે ચેનલની તપાસ કરવામાં આવી રહી છે. આંગડિયાઓ અને હવાલા ઓપરેટરો સાથે આ સટ્ટાબુકીઓ 'કોડ'થી વહેવાર કરતાં હોવાનું જાણવા મળ્યું છે. તેમના કોડને ડિકોડ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. કિરણ ઠક્કર અને ટોમી પટેલ થકી ચલાવવામાં આવતા સટ્ટા બેટિંગનું કૌભાંડ વર્ષના રૃા. ૪૦૦૦થી ૫૦૦૦ કરોડથી વધુનું થવા જાય છે તેવો પ્રાથમિક નિર્દેશો મળી રહ્યા હોવાનું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટરના સૂત્રોનું કહેવું છે. તેમણે સ્કાઈપ પર કરેલા સંદેશાની આપલેનો તમામ વૉઇસ રૅકોર્ડ મેળવી લેવામાં આવ્યો છે. કિરણ ઠક્કર, ટોમી પટેલ અને તેમના સાગરિતોએ બે વર્ષ દરમિયાન કરેલા વહેવારોના સાઉન્ડ રૅકોર્ડ પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મેળવ્યો છે.
ગોવા - દિલ્હી ને મુંબઈથી એફઆઈઆર મેળવી લીધી
વડોદરામાં ગઈકાલે દરોડો પાડયા પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગોવા, દિલ્હી અને મુંબઈની પોલીસ પાસેથી બંને સટ્ટા બેટિંગ કરનારાઓ સામેની એફઆઈઆર મેળવી લીધી છે. મુંબઈ પોલીસે કિરણ ઠક્કરને બે વાર પકડેલો છે. તે જ રીતે ઊંઝા પોલીસે ટોમી પટેલને ત્રણવાર પકડેલો છે. મુંબઈ પોલીસે આ બંને સાથેના કનેક્શનના સંદર્ભમાં પરેશ ભાટિયા નામની અન્ય વ્યક્તિને પણ ઝપટમાં લીધી હોવાનું એફઆઈઆરની વિગતો પરથી જાણવા મળ્યું છે. તેમના અન્ય બુકીઓ સાથેના કનેક્શન આ એફઆઈઆરને આધારે મળી શકશે તેવી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને આશા છે. દિલ્હીના દિલીપ ભાટિયા નામના અન્ય એક બુકી સાથે પણ તેમને કનેક્શન હોવાનો નિર્દેશ મળી રહ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરના અધિકારીઓએ વડોદરાના સટ્ટાબેટિંગ કૌભાંડમાં પકડાયેલા તમામ ૧૪ વ્યક્તિઓને વડોદરાની પોલીસને આજે રાત્રે સોંપી દીધી છે. ફેમા હેઠળ તેમની ધરપકડ ન થઈ શકતી હોવાથી તેમને વડોદરા પોલીસને હવાલે કરવામાં આવી રહ્યા છે.
રૃા.૨૫ લાખની રોકડ અને ૪૦ જીવંત કારતૂસ મળ્યા
ગુરૃવારે કિરણ ઠક્કરને ત્યાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓને રૃા. ૨૫ લાખની રોકડ અને ૪૦ જીવંત કારતૂસ મળી આવ્યા છે. કિરણ ઠક્કર પાસે લાઈસન્સ છે કે નહિ તેની માહિતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને મળી નથી. તેઓ આ અંગેની વિગતોમાં ઊંડા ઉતરી રહ્યા છે.
જોકે મણિનગર પોલીસના સૂત્રો કહે છે કે કિરણ ઠક્કર પાસે રિવોલ્વરનું લાઈસન્સ છે. પરંતુ તેની પાસે મળી આવેલા કારતૂસના સંદર્ભમાં કોઈ નિયમ ભંગ થતો હશે તો તેવા સંજોગોમાં અમે તે અંગે તપાસ કરીને યોગ્ય પગલાં લઈશું. કિરણ ઠક્કરના સાગરિત ગોપાલ પાસેથી ૨૫ લાખની રોકડ મળી આવી છે.
અડાલજ પાસે વૈષ્ણોદેવી મંદિર નજીકના ફાર્મમાં પણ અડ્ડો
ટોમી પટેલ અને કિરણ ઠક્કર થોડા દિવસ પૂર્વે અમદાવાદથી સરખેજ ગાંધીનગર હાઈવે પર જતાં આવતા વૈષ્ણોદેવી મંદિરની પાછળ આવેલા એક ફાર્મ હાઉસમાંથી પણ ક્રિકેટસટ્ટા બુકિંગનું કામ કરતાં હોવાનું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓના ધ્યાનમાં આવ્ય હતું. ટોમી પટેલ ૨૦૦૩થી આ ધંધામાં સક્રિય છે. જ્યારે કિરણ ઠક્કર તેના પછી આ વ્યવસાયમાં પડયો હોવાનું જણાય છે. બે ત્રણ વર્ષથી બંને પાર્ટનર બન્યા હોવાનું જણાય છે.


 

Source :- http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/