સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 2 December 2015

સુરત મ્યુનિ.માં ભગવો લહેરાયો પણ બેઠકો ઘટીને ૮૦, કોંગ્રેસને ૩૬ બેઠક

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

સુરત મ્યુનિ.માં ભગવો લહેરાયો પણ બેઠકો ઘટીને ૮૦, કોંગ્રેસને ૩૬ બેઠક

પાટીદાર અનામત આંદોલનની આગ વચ્ચે

કેટલાક વોર્ડમાં ભાજપને આંતરીક જુથબંધી નડીઃ પાટીદાર ઇફેક્ટેડ પાંચ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલ સાથે ૨૦ ઉમેદવારોને વિજયી બોનસ
(પ્રતિનિધિ દ્વારા)     સુરત,બુધવાર
સુરત મહાગનરપાલિકાની ચૂંટણી જંગમાં ભાજપે કુલ ૧૧૬ બેઠક પૈકી ૮૦ બેઠક મેળવીને બહુમતી હાંસલ કરી લીધી છે પણ બેઠકોમાં મોટું નુક્સાન થયું છે.  કુલ ૨૯ વોર્ડમાંથી ભાજપની કુલ ૧૮ પેનલ જીતી ગઇ છે. કોંગ્રેસની ૭ પેનલ આખી જીતી છે. જ્યારે ચાર પેનલ તૂટી છે. જેમાં સીંગલ વોટીંગ થયું હતું. કુલ ૨૯ વોર્ડ માટે યોજાયેલી પ્રતિષ્ઠાભરી  ચૂંટણીમાં ૪૦ ટકા જેટલા કંગાળ મતદાનમાં નુક્સાન ભાજપને થયું છે. વર્ષ-૨૦૧૦ની ચૂંટણીમાં કુલ ૧૧૪ બેઠકો પૈકી ૯૮ બેઠક ભાજપને મળી હતી. નવા વોર્ડ સીમાંકન બાદ કોંગ્રેસનો એકડો નીકળી જાય તે રીતે થયેલી વોર્ડ રચના બાદ પણ કોંગ્રેસે આશ્વર્યજનક દેખાવ કર્યો છે. જોકે, તેની પાછળ પાટીદાર ફેકટર કામ કરી ગયું હતું. પાટીદારોની બહુમતીવાળા વોર્ડ પૈકીના પાંચ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલ જીતી ગઇ હતી.  જ્યારે પાટીદાર ઈફેક્ટવાળા બીજા પાંચ વોર્ડમાં પાંચ પેનલ ભાજપની પણ જીતી છે.
સવારે ૯ વાગ્યાથી શરૃ થયેલી મતગણતરીમાં સવારથી જ ઉત્તેજનાપુર્ણ માહોલ ગણતરી કેન્દ્રો ગાંધી ઇજનેરી કૉલેજ અને એસવીએનઆઇટી પર જોવા મળ્યો હતો. સૌથી પ્રથમ વોર્ડ નંબર-૧૪ કરંજ-મગોબ વોર્ડની ભાજપની આખી પેનલ વિજેતા બની હતી. બંને સ્થળોએ સમાંતર ચાલેલી મતગણતરીમાં જોકે, ઘણા આંચકાજનક પરિણામ ભાજપ માટે આવ્યા હતા. ૧૦૦થી વધુ બેઠકો જીતવાનો દાવા વચ્ચે ભાજપને મતગણતરીના અંતે ૮૦ બેઠકોથી સંતોષ માનવો પડયો છે. જ્યારે ૬૫થી ૭૦ બેઠકો જીતવાનો દાવો કરનાર કોંગ્રેસને ૩૬ બેઠકો મળી છે. સાત વોર્ડમાં તો ભાજપની આખેઆખી પેનલ હારી ગઇ છે.
સુરત પાલિકાની ચૂંટણીમાં ભાજપને ૧૮ બેઠકનો રોકડો ફટકો પડયો છે.  ભાજપની ૧૮ બેઠક ઘટવા પાછળ પાટીદાર આંદોલનની ઈફેક્ટ તથા ભાજપની જુથબંધી જવાબદાર ગણવામાં આવી રહી છે. વરાછા વિસ્તારમાં તો પાટીદાર ઈફેક્ટ સાથે ભાજપના કેટલાક કાર્યકરોએ પ્રચારથી અડગા રહીને ભાજપને ભારે નુકસાન પહોંચાડયું હતું. તો કેટલાક નેતાઓની નકારાત્મક અભિગમના કારણે પણ ભાજપને ભારે ફટકો પડયો હતો. આંજણાં વિસ્તારમાં લઘુમતિ ફેક્ટર સાથે મહેસાણાના મતદારો ઉપરાંત ભાજપના બળવાખોર અપક્ષ ઉમેદવારના કારણે ભાજપની આખી પેલન હારી ગઈ હતી.  ભાજપે ભલે બહુમતિ મેળવી લીધી છે પરંતુ ગત વખતે ૯૮ બેઠકો મળી હતી જેમાં ઘટાડો  થઈને ૮૦ બેઠક થઈ ગઈ છે. પાટીદાર બહુમતિવાળા વિસ્તારમાં ઉમેદવારો પ્રત્યે પણ નારાજગી જોવા મળી હતી. વરાછા-કામરેજ વિધાનસભામાં પાટીદાર ઈફેક્ટના કારણે ભાજપની પાંચ પેનલનો સફાયો થયો હતો. જ્યારે કરંજ અને કતારગામના પાંચ વોર્ડમાં જ્યાં પાટીદાર ઈફેક્ટ હતી ત્યાં ભાજપની પેનલ જીતી છે તેની પાછળ ઓ.બી.સી. મતદારો ભાજપ પડખે રહ્યાં તેવું કારણ કહેવાય રહ્યું છે.
૨૨ નવેમ્બરે યોજાયેલી ચૂંટણી માટે થયેલા મતદાન બાદ પાટીદાર ઈફેક્ટના કારણે ભાજપ સત્તાથી દુર રહે તેવું સટ્ટાબજારમાં કહેવાતું હતું. પરંતુ સુરતમાં રાજકીય વિશ્લેષકોએ ભાજપની ૭૦થી ૮૦ વચ્ચે બેઠક આવે તેવી ગણતરી કરી રહ્યાં હતા જે સાચી પડી છે. આ ચૂંટણીમાં ફરી એક વખત રાંદેર ઝોન વિસ્તારમાં કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નથી. ેઅપક્ષ અને અન્ય પક્ષો પણ મજબુત પ્રચાર કરી રહ્યાં હોવા છતાં આ ચૂંટણીમાં એક પણ અપક્ષ કે અન્ય પક્ષના ઉમેદવારો વિજેતા થયાં ન હતા. ચૂંટણી પરિણામ આવ્યું ત્યારે ૧૧૬માંથી ભાજપને ૮૦ અને કોંગ્રેસને ૩૬ બેઠકો મળી હતી. ૮૦ બેઠકો મળવા સાથે ભાજપે સુરત પાલિકા પર સતત પાંચમી વાર ભગવો લહેરાવ્યો છે.   બે દાયકા બાદ પાટીદાર અનામત આંદોલનના કારણે કોંગ્રેસ પહેલી વાર આક્રમકતાથી ચૂંટણીમાં ઉતરી હતી પરંતુ નબળી નેતાગીરીના કારણે કોંગ્રેસને સત્તાનો સ્વાદ ચાખવા મળ્યો ન હતો.  જેના કારણે હવે કોંગ્રેસે ફરી એક વાર પાંચમી ટર્મમાં પણ વિપક્ષમાં જ બેસવું પડશે.

આ પાટીદાર વિસ્તારમાં ભાજપની આખી પેનલ હારી
વોર્ડ નંબર- ૩ (વરાછા સરથાણા સિમાડા)
વોર્ડ નંબર-૪ (કાપોદ્રા)
વોર્ડ નંબર-૫ ( ફુલપાડા -અશ્વનિકુમાર)
વોર્ડ નંબર-૧૫ (પુણા પુર્વ)
વોર્ડ નંબર-૧૬ (પુણા પશ્ચિમ)

આ પાટીદાર વિસ્તારમાં ભાજપનો વિજય
વોર્ડ નંબર- ૬ (કતારગામ)
વોર્ડ નંબર-૭ (કતારગામ-વેડ)
વોર્ડ નંબર-૮ ( ડભોલી સીંગણપોર)
વોર્ડ નંબર-૧૩ (ઉમરવાડા-માતાવાડી)
વોર્ડ નંબર-૧૪ (કરંજ મગોબ)

આ ચાર વોર્ડમાં પેનલો તૂટી
વોર્ડ નંબર-૨ (કોસાડ-અમરોલી)
કોંગ્રેસને ૩, ભાજપને ૧ બેઠક મળી
વોર્ડ નંબર-૧૧ (મુગ્લીસરા, સૈયદપુરા, કુબેરનગર)
ભાજપને ૨ અને કોંગ્રેસને ૨ બેઠક મળી
વોર્ડ નંબર-૨૪ (લીંબાયત-ઉધનાયાર્ડ)
ભાજપને ૨ અને કોંગ્રેસને ૨ બેઠક મળી
વોર્ડ નંબર-૨૮ (બમરોલી)
ભાજપને ૩, કોંગ્રેસને ૧ બેઠક મળી

ભાજપ આ મહારથીઓ હાર્યા
રંજન વેકરિયા ( ડેપ્યુટી મેયર)
બાબુ જીરાવાલા ( ટી.પી. કમિટિ અધ્યક્ષ)
અરવિંદ ગોયાણી ( સ્થાયી સભ્ય)
જયેશ જરીવાલા ( સ્થાયી સમિતિ સભ્ય)
મુકેશ કોઠીયા ( સીટીંગ કોર્પોરેટર)
ગીતા રામાણી ( માજી કોર્પોરેટર)
કોમલ પટેલ ( વોર્ડ પ્રમુખ)
દર્શિની કોઠીયા ( મહિલા મોરચા પ્રમુખ)

કોંગ્રેસના મહારથીઓ હાર્યા
બાબુ રાયકા ( માજી વિપક્ષી નેતા)
અસદ કલ્યાણી ( સીટીંગ કોર્પોરેટર)
શિલ્પા શેઠ ( સીટીંગ કોર્પોરેટર)
ફાતેમા ચિન્નીવાલા ( સીટીંગ કોર્પોરેટર)
ભારતી પટેલ ( મહિલા મોરચા પ્રમુખ)
સુરેશ સોનવણે ( માજી કોર્પોરેટર)
જમીરખાન પઠાણ ( ગુજરાતી ફિલ્મ કલાકાર)
ધીરજ સિંગાણા
૨૩ વર્ષની સૌથી નાની વયની યુવતિ નગરસેવિકા બની
રાંદેર જહાંગીરપુરા વોર્ડમાં વિજેતા ભાજપ ઉમેદવાર હિના ચૌધરી એક ખૂણામાં ઉભી હતી

(પ્રતિનિધિ દ્વારા)     સુરત, બુધવાર
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી જંગમાં પરિણામ આજે જાહેર કરવામાં આવતાં વોર્ડ નં. ૧ રાંદેર, જહાંગીરપુરા, વરીયાવની બેઠક પર ૨૩ વર્ષની ભાજપની મહિલા ઉમેદવાર પણ વિજેતા બની છે. જે સંભવતઃ સૌથી નાની વયની નગરસેવિકા બનશે
સુરત મનપાના વોર્ડ નં. ૧માં રાંદેર વરિયાવ જહાંગીરપુરા બેઠક પર ભાજપની પેનલ મમતાબેન પટેલ, દિગ્વિજયસિંહ બારડ,, રમણ મકન પરમાર તથા હીનાબેન ચૌધરી વિજયી જાહેર થયા છે. જે પેનલે કોંગ્રેસની પેનલના દિગ્ગજ ઉમેદવારોને હરાવ્યા છે.
ભાજપની પેનલમાં સૌ પ્રથમવાર ચૂંટણી લડી રહેલી હિના ચૌધરીની ઉંમર માત્ર ૨૩ વર્ષની છે. જે સંભવતઃ સૌથી નાની વયની નગરસેવિકા તરીકેનો પદભાર સંભાળે  તેવું ચર્ચાઇ રહ્યું છે.
એસ.વી.એન.આઇ.ટી. ખાતેના મતગણતરી કેન્દ્ર પાસે ભાજપના ટેકેદારો અને દિગ્ગજ નેતાઓ સાથે એક ખૂણામાં ઉભેલી આ નાનકડી મહિલા ઉમેદવાર વિજયી જાહેર થયા સુધી કોઇને ખબર જ નહોતી કે તે આ વોર્ડની ઉમેદવાર છે.
હિના ચૌધરીે એમ.એ. બી.એડ્.નો અભ્યાસ કર્યો છે. તેમના પિતા એસ.ટી. શેલના મહામંત્રી હોવા ઉપરાંત ૨૦ વર્ષોથી ભાજપમાં સક્રિય કાર્યકર છે.

સુરત જિલ્લાનાં એકમાત્ર ચોર્યાસી તાલુકામાં
પુત્રનો જિ.પં.માં અને માતાની અપક્ષ પેનલનો તા.પં.માં ભવ્ય વિજય
જિ.પં.ની ઇચ્છાપોર બેઠક પર યોગેશ પટેલ અને તા.પં.ની ઇચ્છાપોર-૨ બેઠક પર તેની માતા ઝરીનાબેન સહિત અપક્ષ પેનલ જીતી

(પ્રતિનિધિ દ્વારા)     સુરત, બુધવાર
સુરત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યની જીદના કારણે પંચાયતના ૨૦ વરસના શાસનમાં પહેલીવાર જિ.પં. બેઠક પર અપક્ષમાંથી દિકરો અને તાલુકા પંચાયતની બેઠક પરથી માતા અને અપક્ષ ઉમેદવારોની બનાવેલી ચારેય ઉમેદવારોની પેનલ જંગી બહુમતિથી જીતતા કોંગ્રેસ-ભાજપ બન્નેને મોટો ફટકો પડયો છે.
સુરત જિલ્લા પંચાયતની ૪૦ બેઠકોમાંથી ઇચ્છાપોર-૧૧ નંબરની બેઠક પરથી કોંગ્રેસ-ભાજપ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે ત્રિકોણીય જંગ ખેલાયો હતો. જેમાં કોંગ્રેસના અરૃણ પટેલને ૨૫૮૯ મતો, ભાજપના કાંતિ ઉર્ફે કિશન પટેલને ૪૬૧૩ મતો અને અપક્ષ ઉમેદવાર યોગેશ ભગવાનભાઇ પટેલને ૬૧૩૪ મતો મળતા ૧૫૨૧ મતે ભવ્ય વિજય થયો હતો. આ અપક્ષ ઉમેદવાર યોગેશ પટેલે જિ.પં.માંથી અને તેની માતા ઝરીનાબેન ભગવાનદાસ પટેલ અને બીજા બે અપક્ષ ઉમેદવારો ચોર્યાસી તા.પં.માં પક્ષ ઉભા રાખી પેનલ બનાવી હતી.
આજે મતગણતરીમાં જિલ્લા પંચાયતની બેઠક પરથી યોગેશ પટેલ જીત્યા બાદ તાલુકા પંચાયતની બેઠકમાં જે પેનલ બનાવી હતી તે ત્રણેય અપક્ષ ઉમેદવારો પૈકી ઇચ્છાપોર-૨માંથી યોગેશની માતા ઝરીનાબેન ભાગ-૨ પરથી સોનલબેન નીતીન રાઠોડ અને ઇચ્છાપોર-૧ બેઠકમાંથી ભાવનાબેન મહેશ પટેલનો અપક્ષમાંથી ભવ્ય વિજય થયો હતો.
રાજકારણમાં થતી ચર્ચા મુજબ સુરત જિલ્લા પંચાયતની ઇચ્છાપોર બેઠક પરથી કાંતિ ઉર્ફે કિશનનું નામ જાહેર થયું તેવો જ વિરોધ શરૃ થયો હતો. જો કે, ધારાસભ્યની જીદે આ નામ ફાઇનલ રાખતા જ અપક્ષમાંથી ઉમેદવારી થઇ હતી અને ભાજપે હારનો સામનો કરવો પડયો હતો. સૌથી મહત્વની વાત તો એ કે આ ઇચ્છાપોર બેઠક ભાજપના જ દિવગંત ધારાસભ્ય રાજેન્દ્ર પટેલ જંગી બહુમતિથી જીત્યા હતાં. એટલું જ નહીં પણ સમગ્ર સુરત જિલ્લામાં અપક્ષ ઉમેદવારોની પેનલ જીતી હોય તેવો  વિરલ કિસ્સો બન્યો હતો.

વરાછા- કતારગામમાં કોંગ્રેસ સ્પર્ધામાં ન હતું ત્યાં ભાજપને હંફાવ્યું
વોર્ડ નં-૨૮માં ભાજપના મહિલા ઉમેદવાર માંડ ૫૦ મતથી જીત્યાઃ ૩૫૪ મતે હારેલા કોંગ્રેસીની ફેરગણતરીની માંગ ફગાવાઇ

(પ્રતિનિધિ દ્વારા)     સુરત, બુધવાર
એક સમયે સુરતમાં ભાજપનો ગઢ ગણાતા કેટલાક વિસ્તારમાં આ ચૂંટણીમાં ભાજપને ઉમેદવારોને જીતવા માટે રીતસરનો પરસેવો પડી ગયો હતો.  ભાજપના ગઢ એવા કતારગામમાં તો ભાજપના સૌથી મજબુત ગણાતા ઉમેદવાર માત્ર ૩૫૪ મતે જ જીત્યા હતા. તો બમરોલીમાં ભાજપના એક મહિલા ઉમેદવાર માંડ માંડ ૫૦ મતે જીત્યા હતા. આવી જ રીતે મતાાવાડી અને કંરંજમાં પણ વિજયનો માર્જીન ઓછો જોવા મળ્યો હતો.
સુરતના કતારગામ વિસ્તારમાં ભાજપના મજબુત ઉમેદવાર જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ વિનુ મોરડીયા હતા પરંતુ તેમની પેનલ સૌથી નબળી હતી.  આ ઉપરાંત આ વિસ્તાર પાટીદાર ઈફેક્ટમાં આવતો હોવાના કારણે ભાજપનો વિરોધ પણ હતો.  છેક છેલ્લે સુધી આ વોર્ડમાં કોંગ્રેસ વિન થાય તેવી ગણતરી થઈ રહી હતી. પરંતુ ભાજપના આ ગઢમાં ભારે રસાકસીના અંતે વિનુ મોરડીયાનો ૩૫૪ મતે વિજય થયો હતો. તો બીજી તરફ બમરોલી વિસ્તારમાં સૌથી નાની સરસાઈ ભાજપના ઉજ્વલા નિકમના નામે આવી હતી. મત ગણતરીના અંતે તેઓ માત્ર ૫૦ મતના અંતરથી જ જીત્યા હતા. ડભોલી સિંગણપોરની બેઠક ૩૫૪ મતે ભાજપના ઉમેદવાર જીતી જતાં કોંગ્રેસે રીકાઉન્ટીંગની માગણી કરી હતી પરંતુ ગણતરી અધિકારીએ માગણી ફગાવી દીધી હતી.

પાટીદાર સમાજના બહુમતિ ધરાવતા વિસ્તારોમાં પાટીદાર મતદારો ભાજપથી વિમુખ
પૂણા (પૂર્વ) તથા (પશ્ચિમ), કોસાડ અમરોલી વરાછા કાપોદરા બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોની પેનલનો ક્લીન સ્વીપ ઃ ભાજપને કતારગામ પ્રજાપતિ મતદાતાઓએ થોડી રાહત આપી

(પ્રતિનિધિ દ્વારા)     સુરત, બુધવાર
સુરત મહાનગરપાલિકાના ૨૬ વોર્ડોની ચૂંટણીના પરિણામો પર ખાસ કરીને પાટીદારોના વિસ્તાર ગણાતા કોસાડ અમરોલી વરાછા કાપોદરા મોટાવરાછા તથા પૂણા (પૂર્વ) અને (પશ્ચિમ) એ તમામ બેઠકો પર પાટીદાર મતદારોના મતદાનથી ભાજપના ગઢની કાકરીઓ ખરવા પામી છે.
સુરત મહાનગરપાલિકાની ૧૧૬ બેઠકો પર મતદારોએ ઇવીએમમાં કેદ કરેલા ઉમેદવારોના ભાવિ પરથી આજે સીલ ખોલવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે પાટીદાર સમાજના બહુમતિ ધરાવતા વિસ્તારોમાંથી ભાજપની વિરૃદ્ધ અને કોંગ્રેસના ઉમેદવારો પર મતદારોએ કળશ ઢોળ્યો છે.
ખાસ કરીને વોર્ડ નં. ૨ કોસાડ, અમરોલી, વોર્ડ નં. ૩ વરાછા, સરથાણા, સીમાડા, વોર્ડ નં. ૪ કાપોદરા તથા વોર્ડ નં. ૧૫ પૂણા (પૂર્વ) તથા વોર્ડ નં. ૧૬માં આવતા પૂણા (પશ્ચિમ)ના મતદારોના મતદાનમાં પાટીદાર ફેકટરની પેટર્ન પહેલીવાર જોવા મળી છે. જેમાં તમામ વોર્ડોની બેઠકોમાં કોંગ્રેસના ઉમેદવારોના ભાજપી ઉમેદવારો સામે વિજય થવા પામ્યો છે.
જ્યારે પાટીદારો ઉપરાંત પ્રજાપતિ સમાજની બહુમતિ ધરાવતા ઓબીસી મતદાતાઓના વોર્ડ નં. ૬માં આવતા કતારગામ વોર્ડમાં મતદાતાઓએ ભાજપના સમર્થનમાં વોટીંગ કરતાં કોંગ્રેસના ઉમેદવારોની પેનલને હારનો સામનો કરવો પડયો હોવાની અને પાટીદાર સમાજના ફેકટરની નહીંવત અસર જોવા મળી છે.
આજે સુરતના એસ.વી.એન.આઇ.ટી. ખાતે હાથ ધરવામાં આવેલા કાઉન્ટીંગ સેન્ટર ખાતે સૌથી પહેલા બમરોલી (વોર્ડ નં. ૨૯)નું પરિણામ જાહેર થવા પામ્યું હતું. જેમાં ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવાર અને એક બેઠક કોંગ્રેસના ઉમેદવાર ધનસુખ રાજપૂતને ફાળે ગઇ હતી. જ્યારે આ બેઠક પર સુરત શહેર કોંગ્રેસના માજી પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા બાબુ રાયકાનો સ્ત્રી અનામત સીટના કાઉન્ટીંગની ગણતરીમાં ગોથું ખાઇ જતાં ૨૨૧ મતે હારનો સામનો કરવો પડયો હોવાની વિગતો સાંપડી છે.
એસ.વી.એન.આઇ.ટી. ખાતેના કાઉન્ટીંગ સેન્ટરમાં સૌથી છેલ્લું પરિણામ કોસાડ અમરોલી અને પૂણા (પશ્ચિમ)નું આવ્યું હતું. જેમાં કોંગ્રેસના ઉમેદવારોની પેનલે ક્લીન સ્વીપ કરી હોવાની વિગતો સાંપડી છે.

સુરત મ્યુનિ. ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોને કેટલા મત મળ્યા
 
વોર્ડ નં.
ભાજપ
મળેલા મત
કોંગ્રેસ
મળેલા મત
વિજેતા

દિગ્વિજયસિંહ બારડ
૧૭,૪૭૪
ભૂપેન્દ્ર પટેલ
૧૩,૨૧૭
ભાજપ
-
ડૉ. રમણ પરમાર
૧૫,૪૬૨
જામીરખાન રાજદીપ
૧૪,૭૬૦
ભાજપ
-
મીતાબેન પટેલ
૧૫,૯૫૩
રૃક્ષ્મણીબેન રાઠોડ
૧૨,૯૩૬
ભાજપ
-
હિનાબેન ચૌધરી
૧૫,૩૨૪
પ્રતિમાબેન પટેલ
૧૪,૪૬૧
ભાજપ

રાજેન્દ્ર પટેલ
૧૮,૩૪૬
દેવજીભાઇ ગોયાણી
૨૦,૪૯૩
કોંગ્રેસ
-
સુરેશ ડોબરીયા
૧૭,૨૯૦
નરેશભાઇ જયાણી
૨૦,૪૦૪
કોંગ્રેસ
-
નીતાબેન પટેલ
૧૯,૧૨૦
ગીતાબેન સોસા
૨૨,૦૯૪
કોંગ્રેસ

ભરત જોઘાણી
૧૨,૮૫૯
મનોજ ચોવટીયા
૨૧,૯૦૮
કોંગ્રેસ
-
મનજી તેજાણી
૧૧,૬૮૨
અશોક ચોડવડીયા
૨૪,૪૫૬
કોંગ્રેસ
-
મંજુલા શીરોયા
૧૦,૬૧૦
જ્યોતિ સોજીત્રા
૨૪,૧૬૩
કોંગ્રેસ
-
રંજનબેન વેકરીયા
૧૦,૪૯૧
ભારતી કાપડીયા
૨૩,૭૯૨
કોંગ્રેસ

બાબુ ચોડવડીયા
૧૧,૪૧૬
ધીરજલાલ વેકરીયા
૧૪,૮૧૮
કોંગ્રેસ
-
અરવિંદ ગોયાણી
૧૧,૬૬૯
ભાવેશ ભૂંભળીયા
૧૨,૭૩૪
કોંગ્રેસ
-
મીનાબેન હીંગુ
૧૦,૦૪૯
વસંતબેન વાઘાણી
૧૨,૮૯૮
કોંગ્રેસ
-
અરૃણા શિંગાળા
૧૦,૯૦૭
મમતા સવાણી
૧૩,૫૪૦
કોંગ્રેસ

મુકેશ કોઠીયા
,૫૭૫
દિનેશ કાછડીયા
૧૭,૯૫૯
કોંગ્રેસ
-
દમજી માવાણી
૧૦,૫૭૪
પ્રફુલ્લ તોગડીયા
૧૬,૫૦૪
કોંગ્રેસ
-
ભાનુ પાનશેરીયા
,૮૭૨
દક્ષાબેન ભુવા
૧૭,૦૬૩
કોંગ્રેસ
-
ગીતા રામાણી
૧૦,૫૭૫
હર્ષાબેન સંઘાણી
૧૪,૨૭૬
કોંગ્રેસ

અનિલ ભોજ
૧૭,૬૨૨
પુષ્પક પટેલ
,૭૦૯
ભાજપ
-
જગદીશ પટેલ
૧૮,૦૬૨
વિજય પારનેરીયા
,૩૫૮
ભાજપ
-
અનિતા  દેસાઇ
૧૮,૮૮૧
સોનલ ગેવરીયા
,૦૫૭
ભાજપ
-
રંજન સરતાનપરા
૧૭,૨૭૩
ગીતા તલસાણીયા
,૯૮૬
ભાજપ

રમેશ ઉકાણી
૧૩,૯૬૯
ધીરજ શીંગાળા
૧૧,૫૧૪
ભાજપ
-
લાલજી ઘોરી
૧૩,૫૪૬
હિંમત અણઘણ
૧૦,૨૫૫
ભાજપ
-
નીતા સાવલીયા
૧૪,૧૧૬
ઇન્દુબેન કેવડિયા
૧૧,૮૨૬
ભાજપ
-
સોનુ આંબલીયા
૧૪,૫૯૮
સ્વીટી પટેલ
૧૧,૧૮૨
ભાજપ

જયંતિ ભંડેરી
૧૫,૨૧૦
ગૌરવ માણીયા
૧૩,૪૮૩
ભાજપ
-
વિનોદ મોરડીયા
૧૩,૯૮૫
જીજ્ઞોશ જીવાણી
૧૩,૪૩૭
ભાજપ
-
સાધનાબેન રાવલ
૧૩,૭૯૯
સુશીલાબેન પટેલ
૧૨,૪૩૭
ભાજપ
-
રત્નાબેન ફુલે
૧૩,૮૭૫
ગીતાબેન વકતે
૧૩,૬૧૧
ભાજપ

પ્રવિણ પટેલ
૨૯,૨૩૭
નટવરલાલ પટેલ
,૦૬૮
ભાજપ
-
મુકેશ દલાલ
૨૮,૨૫૦
બાબુભાઇ ટાંક
,૭૭૪
ભાજપ
-
ઉષાબેન પટેલ
૩૦,૭૦૮
રેશ્માબેન શિંદે
,૭૬૦
ભાજપ
-
જશુબેન રાઠોડ
૩૦,૧૦૮
ગીતાબેન કાલિયા
,૧૦૮
ભાજપ
૧૦
અનિલ બિસ્કીટવાલા
૩૦,૦૩૨
ભરતદાન ગઢવી
,૧૧૯
ભાજપ
-
નિરવ શાહ
૩૦,૩૩૮
પિયુષ શાહ
,૩૧૬
ભાજપ
-
વૈશાલીબેન શાહ
૨૮,૪૨૫
તૃપ્તીબેન સૂર્યવંશી
,૩૫૪
ભાજપ
-
હેમાલી બોઘાવાલા
૨૭,૭૧૭
યોગીતા કેળાવાળા
,૭૫૮
ભાજપ
૧૧
મુકેશચંદ્ર સરૈયા
૧૩,૨૮૯
ભૂપેન્દ્ર સોલંકી
૧૪,૦૯૧
કોંગ્રેસ
-
રમેશ વઘાસીયા
૧૩,૦૩૮
ઇમરાન સોલંકી
૧૪,૭૧૭
કોંગ્રેસ
-
ગીતાબેન પટેલ
૧૪,૧૫૩
શિલ્પાબેન શેઠ
૧૩,૧૫૬
ભાજપ
-
નેન્સી સુમરા
૧૩,૯૪૪
મોહિની કોસંબિયા
૧૨,૪૩૩
ભાજપ
૧૨
રાકેશ માળી
૨૫,૮૩૬
અશદ કલ્યાણી
૧૭,૮૭૦
ભાજપ
-
શંકરલાલ ચેવલી
૨૪,૫૨૯
મુકેશ રાણા
૧૬,૪૨૯
ભાજપ
-
આરતીબેન પટેલ
૨૭,૪૦૧
ખુશમન નગદ
૧૭,૮૮૬
ભાજપ
-
દક્ષાબેન જરીવાળા
૨૭,૫૯૨
ફાતેમા ચન્નીવાળા
૧૬,૬૯૫
ભાજપ
૧૩
કાંતિભાઇ ભંડેરી
૧૪,૦૦૯
ઉમાશંકર મિશ્રા
૧૩,૦૫૦
ભાજપ
-
પ્રવિણ ઘોઘારી
૧૩,૮૯૨
રાજુ ગોધાણી
૧૧,૯૯૪
ભાજપ
-
અસ્મિતા શિરોયા
૧૪,૪૮૫
રેખા ડાંગોદરા
૧૧,૦૬૬
ભાજપ
-
રસિલા પાનસુરીયા
૧૨,૭૭૩
ભારતી પટેલ
૧૨,૪૪૭
ભાજપ
૧૪
ભવાન સીસારા
,૮૬૦
લાખાભાઇ ગોજીયા
,૬૬૪
ભાજપ
-
ભરત વઘાસીયા
,૫૭૧
અમીતભાઇ કચ્છી
,૨૩૬
ભાજપ
-
કૈલાસબેન ભાલીયા
,૬૧૬
ગીતાબેન ભીલ
,૪૪૨
ભાજપ
-
મંજુબેન દુધાત
,૪૩૨
વિભાબેન વાણિયા
,૪૩૫
ભાજપ
૧૫
શરદ રીબડીયા
,૧૬૮
ધીરૃભાઇ લાઠીયા
૧૭,૬૬૬
કોંગ્રેસ
-
ગુણવંત સાવલીયા
,૭૪૨
નિમેશ કુંભાણી
૧૬,૭૦૩
કોંગ્રેસ
-
કોમલબેન પટેલ
,૮૧૭
હંસાબેન સાંગાણી
૧૫,૪૮૧
કોંગ્રેસ
-
નયનાબેન છાયાણી
,૮૫૨
સોનલબેન દેસાઇ
૧૬,૨૪૫
કોંગ્રેસ
૧૬
દલસુખ ટીંબડીયા
૧૦,૪૮૧
દિનેશ સાવલીયા
૧૨,૧૨૩
કોંગ્રેસ
-
ચંદુભાઇ મુંગરી
૧૦,૯૦૪
વિજય પાનસેરીયા
૧૧,૨૫૧
કોંગ્રેસ
-
રમાબેન પાટોડીયા
,૫૮૧
અરૃણાબેન ડાવરા
૧૨,૩૬૨
કોંગ્રેસ
-
દર્શિની કોઠિયા
૧૦,૧૫૮
ચારૃલ કસવાલા
૧૨,૩૯૬
કોંગ્રેસ
૧૭
વિજય ચૌમોલ
૧૭,૮૭૩
મિતુલ દેસાઇ
૧૩,૬૫૫
ભાજપ
-
હિંમત બેલડીયા
૧૬,૦૯૩
જનાર્દન શર્મા
૧૩,૯૨૪
કોંગ્રેસ
-
રમીલાબેન પટેલ
૧૯,૬૩૯
હાજરાબી સૈયદ
૧૦,૪૮૨
કોંગ્રેસ
-
રશ્મિકાબેન પટેલ
૧૭,૬૦૩
મમતા અગ્રવાલ
૧૩,૭૯૩
કોંગ્રેસ
૧૮
નાગર પટેલ
૧૬,૬૩૯
અસલમ સાયકલવાલા
૨૧,૨૧૦
કોંગ્રેસ
-
જયેશ જરીવાલા
૧૬,૪૨૧
શૈલેષ રાયકા
૧૭,૪૦૦
કોંગ્રેસ
-
ગીતા મહાદેવવાલા
૧૮,૧૩૭
લીલાબેન સોનવણે
૧૯,૧૬૭
કોંગ્રેસ
-
રત્નાબેન દાસરી
૧૫,૪૭૦
કપિલાબેન પટેલ
૨૦,૮૪૫
કોંગ્રેસ
૧૯
મૂળજી ઠક્કર
૨૧,૬૦૬
કિરણ દેસાઇ
૧૩,૦૧૦
ભાજપ
-
પિયુષ જરીવાલા
૨૨,૩૩૯
સુરેશચંદ્ર બદરીયા
,૬૮૫
ભાજપ
-
કિશોરી કાપડીયા
૨૨,૬૬૯
સાહિસ્તા મુલતાની
,૪૧૬
ભાજપ
-
હેમલતા રાણા
૨૦,૧૯૪
કુસુમબેન સુગંધી
૧૦,૭૭૩
ભાજપ
૨૦
નીતિન ભજીયાવાલા
૨૫,૪૨૨
સુરેન્દ્ર લશ્કરી
૧૦,૭૪૦
ભાજપ
-
પ્રવિણ કહાર
૨૪,૪૦૧
મુસદીક કાનુન્ગો
૧૧,૯૫૧
ભાજપ
-
રેશ્મા લાપસીવાલા
૨૩,૪૧૪
ઝલક ઝવેરી
૧૨,૮૬૬
ભાજપ
-
રૃપલ શાહ
૨૪,૪૬૭
રાહાનાબાનુ કુરેશી
૧૧,૫૫૨
ભાજપ
૨૧
અનિલ ગોપલાણી
૨૦,૯૫૭
અશ્વિન વસાવા
,૨૭૨
ભાજપ
-
હિતેન્દ્ર ગામીત
૨૦,૮૪૩
જયેશ પટેલ
,૬૬૨
ભાજપ
-
સુધાબેન નાહતા
૧૯,૭૬૮
મોના શાહ
,૪૫૮
ભાજપ
-
સુચિત્રાબેન પટેલ
૨૧,૩૫૪
કલ્પના પટેલ
,૩૭૩
ભાજપ
૨૨
મુકેશ પટેલ
૨૦,૦૩૭
જીતેન્દ્ર પટેલ
,૮૫૮
ભાજપ
-
રાજેશ દેસાઇ
૧૯,૬૩૯
પ્રવિણ પટેલ
,૮૦૨
ભાજપ
-
પુષ્પાબેન પટેલ
૨૦,૫૭૪
ભારતી ગોયલ
,૫૦૯
ભાજપ
-
કલ્પના અટોદરીયા
૨૧,૯૮૮
અવનીબેન પટેલ
,૬૨૯
ભાજપ
૨૩
સુરેશ કણસાગરા
૧૬,૫૬૩
દેવેન્દ્રસિગ રાજપૂત
,૬૧૧
ભાજપ
-
સોમનાથ મરાઠે
૧૫,૭૨૩
આશિષ  રાય
,૮૮૧
ભાજપ
-
રોહિણીબેન પાટીલ
૧૭,૫૩૧
અરૃણા પાટીલ
૧૦,૭૦૬
ભાજપ
-
મગનાદેવી શુકલા
૧૮,૫૫૪
કાશ્મીરા પટેલ
,૫૧૬
ભાજપ
૨૪
ડૉ. રવિન્દ્ર પાટીલ
૧૭,૪૩૫
ઇકબાલ બેલીમ
૧૮,૮૧૧
કોંગ્રેસ
-
સુનીલ પાટીલ
૧૮,૬૬૨
સુભાષ ઇનામદાર
૧૪,૭૩૩
ભાજપ
-
જયશ્રીબેન પરાતે
૧૭,૨૪૧
વિદ્યા પાટીલ
૧૫,૯૭૮
ભાજપ
-
સ્વપ્ના ચિટિયાલા
૧૩,૩૬૦
કાન્તાબેન વાકોડીકર
૧૮,૭૦૭
કોંગ્રેસ
૨૫
રાવસાહેબ પાટીલ
૧૫,૩૦૩
નવીન પટેલ
૧૦,૫૫૯
ભાજપ
-
અમિતસિંગ રાજપૂત
૧૭,૬૬૭
રાજેન્દ્ર બચ્છાવ
,૮૫૯
ભાજપ
-
અર્ચનાબેન પાટીલ
૧૯,૨૨૬
મંજુબેન ચંદ્રવંશી
,૪૪૩
ભાજપ
-
મીતાબેન રાઠોડ
૧૫,૮૪૦
ગીતા સાળુંકે
૧૦,૭૦૯
ભાજપ
૨૬
દયાશંકર સિંહ
૧૮,૬૬૫
આલોક ત્રિવેદી
,૭૧૫
ભાજપ
-
સુભાષ પાટીલ
૧૪,૭૭૮
જીતેન્દ્ર મોર્ય
,૬૪૯
ભાજપ
-
દક્ષાબેન ચૌધરી
૧૭,૦૭૫
અલકાબેન દોડે
,૯૩૫
ભાજપ
-
રીનાબેન ઉપાધ્યાય
૧૪,૪૩૮
મમતાબેન દુબે
,૫૫૭
ભાજપ
૨૭
દેવીદાસ વાનખેડે
૧૪,૫૧૨
સુરેશ સોનવણે
૧૧,૨૯૨
ભાજપ
-
નરેશ પટેલ
૧૩,૪૧૬
રોશન મિશ્રા
૧૦,૦૬૯
ભાજપ
-
પૂર્ણિમા દાવલે
૧૩,૭૫૬
લીલાબેન ગવઇ
,૬૫૮
ભાજપ
-
કિરણકુંવર ભાટી
૧૪,૩૩૩
રઇમાબી શેખ
,૨૩૯
ભાજપ
૨૮
વિરેન્દ્ર પ્રતાપ સિંગ
,૦૨૫
બાબુ રાયકા
,૯૨૪
ભાજપ
-
ગિરિજાશંકર મિશ્રા
૧૦,૧૩૭
ધનસુખ રાજપૂત
૧૩,૦૩૦
કોંગ્રેસ
-
ઉજવલા નિકમ
,૧૭૬
વિદ્યાબેન પાઠક
,૧૨૬
ભાજપ
-
ગીતાબેન રબારી
,૬૨૩
સંપનાબેન લંકા
,૦૪૯
ભાજપ
૨૯
શાંતુ પટેલ
૧૧,૬૧૫
ભદ્રેશ પરમાર
૧૬,૮૧૮
કોંગ્રેસ
-
પ્રદીપસીંગ રાજપૂત
૧૧,૭૭૪
સતીષ પટેલ
૧૭,૬૧૨
કોગ્રેસ
-
જયશ્રી સોનવણે
૧૧,૩૯૦
ઝુમ્મા રૃકસાનાબાનું
૧૬,૩૯૯
કોંગ્રેસ
-
જસુબેન પટેલ
૧૧,૭૪૩
ભારતી તિવારી
૧૬,૮૦૨
કોંગ્રેસ

 
 


 

Source :- http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/