સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 24 May 2015

નેપાળમાં ભૂસ્ખલનથી નદીમાં પૂર ઃ બિહાર ભયમાં

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

નેપાળમાં ભૂસ્ખલનથી નદીમાં પૂર ઃ બિહાર ભયમાં

વરસાદ નહીં પણ ભૂકંપ બાદ તિરાડો પડતાં સર્જાયેલી ઘટના!

ગંડકી નદીનો પ્રવાહ અવરોધાતાં હજારો લોકોને સલામત સ્થળે ખસેડાયા

નેપાળના સાત જિલ્લામાં હાઇ એલર્ટ
બેંસારી ગામમાં ૨૫ મકાનો દટાયાં ઃ ભૂસ્ખલનથી નદીમાં એક જ રાતમાં ઊંડું સરોવર રચાયું
પૂરની ભીતિના પગલે બિહારના પાંચ જિલ્લામાં એલર્ટ

(પીટીઆઇ)    કાઠમાંડું,તા.૨૪
પશ્ચિમ નેપાળમાં તોતિંગ ભૂસ્ખલન થતા તેણે એક નદીના વહેણને અટકાવી દીધું છે. પરિણામે એ ભૂસ્ખલનથી સર્જાયેલા કૃત્રિમ ડેમની પાછળ એકત્ર થયેલા પાણીને કારણે હજારો લોકોને સલામત સ્થળે ખસી જવાની ફરજ પડી છે. તેમ અધિકારીઓએ માહિતી આપી હતી. આ નદી ભારતમાં થઇને વહે છે.
આ અંગે ભારતની સરહદે આવેલા નવલપારસી જિલ્લાના જિલ્લા અધિકારી હરિપ્રસાદ મૈનાલીએ કહ્યું હતું કે અમે ભારતના લોકોને પણ આ મુદ્દે સતર્ક કરી દીધા છે. કેમકે આ ભૂસ્ખલનથી સર્જાયેલા ડેમમાં અત્યારે ચાર કિ.મી. લાંબે સુધી, ૨૦૦ મિટર ઊંચાઇ ધરાવતો પાણીનો જથ્થો એકત્ર થયો છે. આ ડેમ કોઇપણ ક્ષણે તૂટી શકે છે. આ નદી ભારતમાં બિહાર અને ઉત્તર પ્રદેશમાં પસાર થાય છે. તેથી ભારતના ગંડક નદીના કિનારે વસતા લોકોને પણ સાવચેત કરી દેવાયા છે. હાલ આ ડેમમાં પંદર લાખ લીટર પાણી એકત્ર થયાની શક્યતા છે.
અધિકારીએ માહિતી આપી કે પાટનગર કાઠમાંડુથી ૧૪૦ કિ.મી. વાયવ્યમાં આવેલી કાલી ગંડકી નદીમાં ગતરાત્રીએ થયેલા ભૂસ્ખલનને કારણે નેપાળના માયગદી જિલ્લામાં કૃત્રિમ તળાવ સર્જાઇ ગયું છે.  તેનું જળસ્તર વધી રહ્યું છે. નેપાળ પોલીસે પોતાના ટ્વિટર એકાઉન્ટમાં લખ્યું છે કે આ કૃત્રિમ ડેમના પાણીની સપાટી ૧૫૦ મિટરે પહોંચી ગઇ છે. જોકે ભૂસ્ખલનથી કોઇ જાન-માલની હાનિ થઇ નથી. સત્તાવાળાઓએ આ વિસ્તારમાં સેનાને ગોઠવી દીધી છે.
બેની બઝારથી ૧૦ કિ.મી. આગળના વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે કાલી ગંડકી નદીમાં સર્જાયેલા કૃત્રિમ ડેમને કારણે ગલેશ્વર બઝાર અને બેની બઝારના વિસ્તારોને હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યા છે. તે વિસ્તારના લોકોને પણ સાવચેત રહેવા જણાવાયું છે. મંત્રાલયે જાહેર કર્યું છે કે સિંગીયા, પર્બત, મ્યાંગદી, બાગલંગ, ગુલ્મી, પલ્પ, અને નવલ પર્સી જિલ્લાના લોકોને સાવચેત કરી દેવાયા છે. તેમણે ભૂસ્ખલન હેઠળ આવતા વિસ્તારના લોકોને પણ સચેત રહેવા જણાવાયું છે. સામાન્ય રીતે વરસાદથી ભૂસ્ખલન થતું હોય છે. પણ આ વખતે ભારે ભૂકંપથી પર્વતમાં પડેલી તિરાડોથી છુટા પડી ગયેલા પર્વતના ભાગો હવે પડી રહ્યા છે. જેમાં બેંસારી ગામના ૨૫ મકાનો દટાયા છે.
 
Source :- http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

9 વર્ષના બાળકની કમાલ, 9 રન આપી 9 વિકેટ આંચકી

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

9 વર્ષના બાળકની કમાલ, 9 રન આપી 9 વિકેટ આંચકી

- મુંબઇની અંડર-14 ટીમના મુશીર ખાનનો જાદૂ જોઈ સિલેક્ટરો પણ દંગ રહી ગયા

- મુશીર IPL-8માં બેંગ્લોર રોયલ ચેલેન્જર્સના ખેલાડી સરફરાઝ ખાનના નાના ભાઇ છે

મુંબઇ તા. 25 મે 2015

સિલેક્ટરોની તરફથી મુંબઇની અંડર-14 ટીમ માટે અવગણના કરાયેલા નવ વર્ષીય ડાબા હાથના ફિરકી બોલર મુશીર ખાનએ આઝાદ મેદાનમાં દાદાર યૂનિયન માતુંગાની તરફથી રમતા જાદૂ કરી બતાવ્યો. મુશીરએ વિરાર સેન્ટરની સામે જબરદસ્ત બોલિંગ કરતા 14 ઓવરમાં 9 રન આપી 9 વિકેટ આંચકી લીધી.

આઈપીએલમાં બેંગ્લોર રોયલ ચેલેન્જર્સની તરફથી આ લીગમાં પ્રભાવશાળી પ્રદર્શન કરનાર સરફરાઝ ખાનના નાના ભાઈ મુશીરએ પહેલા બેટથી 48 રનનું યોગદાન આપ્યું અને પાછળથી શાનદાર બોલિંગ કરતા 14 ઓવરમાં 9 રન પર 9 વિકેટ આંચકી લીધી. મુશીરની આ લાજવાબ પ્રદર્શનએ સિલેક્ટરોને મુંહતોડ જવાબ આપ્યો છે. મુશીરએ ખતરનાક બોલિંગના કારણે વિરારની ટીમ 34 રનમાં જ ઢળી પડી. આ પહેલા દાદર યૂનિયનએ 239 રન બનાવ્યા હતા.
 
Source :- http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Friday, 22 May 2015

ગુજરાતી યુવક FBIના જાસુસને કટકી આપતાં પકડાયો

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

ગુજરાતી યુવક FBIના જાસુસને કટકી આપતાં પકડાયો

અમેરિકામાં લોન આપવાની છેતરામણી યોજનાનો ભાંડો ફુટયો

FBI જાસુસ બેન્કના એજન્ટના વેશમાં આવેલો ૪૧ વર્ષના સંદીપ શાહને ઓગસ્ટમાં એની સજા સં

(પીટીઆઇ)     ન્યુયોર્ક, તા.૨૨
નાની પરંતુ જાહેર વેપારની એક કંપની માટે નાણાની વ્યવસ્થા કરવા માટે એક હેજ  ફંડ મેનેજર બનેલા છુપાવેશના જાસુસના હાથે કટકી આપવામાં સંડોવાયેલા એક ગુજરાતીને  અમેરિકામાં દોષિત જાહેર કરવામાં આવ્યો હતો . વાયર ફ્રોડમાં નવ કાઉન્ટસ અંગે ચાલેલી પાંચ દિવસની અજાલતે કેલિફોર્નિયાસ્થિત ૪૧ વર્ષના બીઝનેસ કન્સલટન્ટ  સંદીપ શાહને દોષિત જાહેર કર્યો હતો.શાહ સામે  મે ૨૦૧૪માં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને હવે એની સજા ઓગસ્ટમાં જાહેર કરવામાં આવશે.
ત્રણ કંપનીઓમાં સ્ટોક ખરાદવા માટે ફંડમાંથી પૈસા લાવી આપવા માટે શાહને રોકવામાં આવ્યો હતો અને એક રોકાણ કંપનીના પ્રતિનિધીને લાંચ આપવામાં એની સંડોવણી હતી. મેનેજરે ફંડના નાણાનો ઉપયોગ કરવા માટે સમંતી આપી હતી. કટકીની રકમને  કન્સલટીંગ કરાર અને અન્ય બનાવટી દસ્તાવેજો મારફતે છુપાવવામાં આવી હતી. શાહ અને કંપની અધિકારીને ખબર જ નહતી કે કહેવાતો ઇનવેસ્ટમેન્ટ મેનેજર ખરેખર તો એફબીઆઇનો એજન્ટ હતો. માઇક્રો-કેપ સ્ટોક માર્કેટમાં છેતરપીડી અને ભ્રષ્ટાચાર રોકવા માટે એક વર્ષ સુધી ચાલેલી કામગીરીના અંતે શાહને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. માઇક્રો-કેપ કંપનીઓ નાની કંપનીઓ હોય ે જે જાહેર વેપાર કંપનીઓ તરીકે ગણાય છે અને જેમના શેરો અનેક વખતે શેર  દીઠ ખૂબ ઓછા ભાવે વેચાય છે.
 
Source :- http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

ભારતમાં દૂર્લભ જાતિના કાચબાનો વેપાર વધતો જાય છે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

ભારતમાં દૂર્લભ જાતિના કાચબાનો વેપાર વધતો જાય છે

વાસ્તુશાસ્ત્ર મુજબ સુખ શાંતિ મેળવવા માટે

કાચબાઓનો ઉપયોગ યૌનવર્ધક દવાઓ બનાવવામાં પણ થાય છે

વાસ્તુશાસ્ત્રીઓની સલાહ મુજબ પોતાના ઘરમાં સુખ શાંતિ અને સમૃધ્ધિ માટે કાચના વાસણમાં કાચબાઓ રાખવાનું ચલણ વધતું જાય છે. આથી દુલર્ભ જાતિના કાચબાઓની તસ્કરી અને વેચાણનો કારોબાર ઝડપથી વધી રહયો છે. જિસોટ લિનિસ નામની પ્રજાતિના કાચબાઓ તળાવમાં જોવા મળે છે.મેગા સીટીમાં રહેતા લોકો તળાવના આ કાચબાને પોતાના વિશાળ એકવેરિયમમાં રાખીને શોખ પુરો કરે છે. આ ઉપરાંત કાચબાઓનો ઉપયોગ યૌનવર્ધક દવાઓ બનાવવામાં પણ કરવામાં આવે છે. ભારતમાં ચંબલ , યમુના, કાવેરી, ઘાઘરા, રાવી તથા સતલજ જેવી નદીઓમાં કાચબાઓ પુષ્કળ જોવા મળે છે.  આ કાચબાઓને ગેર કાયદેસર રીતે પકડીને ચીન, હોંગકોંગ અને થાઇલેન્ડ જેવા દેશોમાં વેચવામાં આવે છે. ભારતમાં કાચબાને પવિત્ર અને ધર્મ -અધ્યાતમના સિમ્બોલ તરીકે પણ જોવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રનો પ્રચાર પ્રસાર વધતો જવાથી કાચબાઓ ઘરે પાળવામાં આવતા હોવાથી તેના પર જોખમ વધી ગયું છે.

કાચબાના માંસની ચિપ્સ બનાવીને પણ તસ્કરી થાય છે
 ચીન અને થાઇલેન્ડ જેવા દેશના લોકો કાચબાના સફેદ માસને ખાવાનું પસંદ કરે છે. કાચબાઓનો સૂપ અને ચિપ્સની પણ જબરદસ્ત માંગ પણ છે.  ટોરટવાઇઝ એન્ડ ઇન્ટરનેશનલના એક અહેવાલ મુજબ ચીનમાં તેની ખાલમાંથી ખાસ પ્રકારની જેલ બનાવવા માટે ૭૩ હજાર કાચબાઓ મારી નાખવામાં આવે છે. વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડનું માનવું છે કે આ જબર દસ્ત માંગને પહોંચી વળવા માટે ઘણા દેશોમાંથી કાચબાઓ મંગાવવામાં પણ આવે છે.આથી જ તો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચબાઓની માંગ સતત વધતી જાય છે. જીવતા કાચબાઓની તસ્કરીમાં પકડાઇ જવાનો ડર રહેતો હોવાથી કાચબાના માસની ચિપ્સ બનાવીને પણ તસ્કરી કરવામાં આવે છે.
 
Source :- http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Friday, 15 May 2015

પેટ્રોલમાં લિટરે રૃા.૩, ડીઝલમાં રૃા.૨.૭૦નો વધારો

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

પેટ્રોલમાં લિટરે રૃા.૩, ડીઝલમાં રૃા.૨.૭૦નો વધારો

'અચ્છે દિન'ની રાહ જોતી પ્રજાને મોદી સરકારની 'એનિવર્સરી ગિફટ'! ઃ કોંગ્રેસ

ઓઇલના ભાવ વધતા ૧૫ દિવસમાં પેટ્રોલમાં સાત, ડીઝલમાં પાંચ મોંઘુ થયું

ઓગસ્ટ ૨૦૧૪થી ફેબુ્ર.૨૦૧૫ દરમિયાન પેટ્રોલમાં લિટરે રૃા. ૧૭.૧૧ અને ઓકટોબર ૨૦૧૪થી ફેબુ્ર.૨૦૧૫ દરમિયાન ડીઝલમાં રૃા.૧૨.૯૬ ઘટેલા
ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં લિટરે સરેરાશ રૃા.૩.૨૫ અને ડીઝલના રૃા.૨.૮૫નો વધારો

(પી.ટી.આઇ.)           નવી દિલ્હી, તા. ૧૫
ચૂંટણી વેળા 'અચ્છે દિન આયેંગે'નું ભાજપનું વચન જ્યારે પૂરું થાય ત્યારે સાચું પણ આજથી પેટ્રોલમાં ૩.૧૩ રૃપિયા અને ડિઝલમાં ૨.૭૧ રૃા.નો વધારો ઝીંકાતા 'બુરે દિન'ના ભણકારા સંભળાઈ રહ્યા છે કેમ કે બળતણનો ભાવવધારો ફુગાવા પ્રેરક પરિબળ ગણાય છે.
પંદર દિવસમાં પેટ્રોલ- ડિઝલના ભાવમાં આ બીજો વધારો છે. ભાવ વધારો આજે મધરાતથી અમલી બનશે.
આ ભાવવધારો અમલી બનતા પાટનગરમાં પેટ્રોલ હાલ રૃા. ૬૩.૧૬થી વધીને ૬૬.૨૯ થશે. જ્યારે ડિઝલ હાલ ૪૯.૫૭ રૃા.થી વધીને ૫૨.૨૮ રૃા. પડશે તેમ ઇન્ડિયન ઓઇલ કોર્પો.ની યાદીમાં જણાવાયું હતું. ઓગસ્ટથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવ તૂટતા આ બન્ને બળતણના ભાવમાં ઘટાડો થતો રહ્યો હતો. તે પૈકી ત્રીજા ભાગનો ઘટાડો તો આ વધારા બાદ ગ્રાહકોને સરભર થઈ જાય તેવા સંજોગો સર્જાયા છે.
આઇ.ઓ.સી.ના મતે છેલ્લો ભાવ વધારો અમલમાં આવ્યા બાદ આ બન્ને બળતણના ભાવમાં ભારે વધારો નોંધાયો હતો. વળી અમેરિકન ડોલર સામે રૃપિયો ઘસાતો જતો હોઈને આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલા ભાવવધારા સામે આ ભાવવધારો અનિવાર્ય બન્યો હતો.
સરકારી માલિકીના ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન દર મહિનાની પહેલી અને ૧૬મી તારીખે આંતરરાષ્ટ્રીય બજારમાં થયેલી ભાવની વધઘટ અનુસાર પોતાના ભાવ વધારે કે ઘટાડે છે. ઓગસ્ટથી ફેબુ્રઆરી સુધીમાં પેટ્રોલના ભાવમાં ૧૭.૧૧ રૃા. જેટલો ઘટાડો થયો હતો. જ્યારે ડિઝલના ભાવ ૧૨.૯૬ પૈસા ઘટયા હતા. પણ તાજેતરના બે ભાવવધારાથી ગ્રાહકોને થયેલા લાભનો ત્રીજો હિસ્સો પરત ખેંચાઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં થઈ રહેલા ભાવ વધારા અને ડોલર- રૃપિયાના મૂલ્યની વધઘટ પર સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે તેમ આઇ.ઓ.સી.એ કહ્યું હતું.

રાજ્યના મહાનગરોમાં નવો ભાવ
-
પેટ્રોલ
ડિઝલ
અમદાવાદ
૬૯.૬૮
૫૭.૮૬
વડોદરા
૬૯.૦૭
૫૭.૬૨
રાજકોટ
૬૮.૯૮
૫૭.૬૫
સુરત
૬૯.૮૧
૫૭.૮૮
 
Source :- http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Thursday, 7 May 2015

જર્સી ગાયનું દૂધ આરોગ્ય માટે ઘાતક છે અને અનેક રોગોને નોંતરે છે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

જર્સી ગાયનું દૂધ આરોગ્ય માટે ઘાતક છે અને અનેક રોગોને નોંતરે છે

હાઈકોર્ટમા થયેલી PILમાં સરકારને નોટિસ

યુરોપના દેશોમાં થયેલાં સંશોધનો બાદ ત્યાં જર્સી ગાયનું દૂધ બંધ કરાય છે જયારે ભારતમાં સરકાર નાગરિકોના આરોગ્ય અંગે ઊંઘતી હોવાની હાઇકોર્ટમાં થયેલી PILમાં રજૂઆત
અમદાવાદ, ગુરૃવાર
જર્સી ગાયનું દૂધ પીવાના કારણે ઘાતક રોગો થાય છે, જેના કારણે કેટલાંક કિસ્સાઓમાં બાળકોના મૃત્યુના પણ બનાવો બને છે. આ દૂધના વેચાણને અંકુશમાં લાવવું જોઈએ અને દૂધની થેલી પર જર્સી ગાયનું દૂધ છે તેવું સ્પષ્ટ લખવું જોઈએ, અને આ દૂધ આરોગ્ય માટે નુકસાનકારક છે તેવી નોંધ પણ લખાવી જોઈએ તેવી દાદ માંગતી જાહેરહિતની અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. કોર્ટે આ જાહેરહીતની અરજીના પગલે રાજય સરકારને નોટિસ કાઢીને જવાબ આપવા જણાવ્યું છે. આ  અરજીમાં એવી પણ રજૂઆત થઈ છે કે યુરોપના દેશોમાં જર્સી ગાયના દૂધનો ઉપયોગ ઘટાડવા પ્રયાસો થાય છે જયારે ભારત સરકાર નાગરિકોના આરોગ્યના મામલે ઉદાસીન છે. ઉલ્લેખનિય છે કે જર્સી ગાય દેશી ગાયની સરખામણીએ અનેકગણું દૂધ આપે છે.
હાઈકોર્ટ સમક્ષ વિશ્વના અનેક દેશો જેવા કે ડેનમાર્ક, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ભારતમાં થયેલા સંશોધનો મુકવામાં આવ્યા છે. આ સંશોધનો મુજબ જર્સી ગાયનું દૂધ પીવાથી બાળકોને  ટાઈપ-૧ ડાયાબીટીસ થાય છે, હ્દય રોગો, ન્યુરોલોજીકલ સમસ્યાઓ જેવી કે સીઝયોફેનીયા, બાળકોનું અચાનક મૃત્યું થઈ જવું વગેરે થાય છે. આ સંશોધનોમાં કહેવામાં આવ્યું છે કે જર્સી ગાયના દૂધમાંના એમીનો એસિડની ૬૭મી કડી નબળી હોય છે, જેના પરિણામે આ દૂધ જયારે પાચન માટે જાય છે, ત્યારે તે કડી બીસીએમ (બેટા કાસો મોરફીન)માં તુટી જાય છે જે ગંભીર પ્રકારના રોગોનું મુળ છે.
જર્સી ગાયના દૂધને એ-૧ અને દેશી ગાયનું દૂધ એ-૨ તરીકે ઓળખાય છે. 'ડેવિલ ઈન મિલ્ક'નામે પ્રકાશિત થયેલા ડો. કેઈથ વુડફોર્ડના સંશોધનને પણ કોર્ટ સમક્ષ મુકવામાં આવ્યું છે જેમાં આ જર્સી ગાયનું દૂધ કેટલું ઘાતક છે તે દર્શાવાયું છે. નેશનલ બ્યુરો ઓફ એનિમલ જીનેટીક રિસોર્સીસના વૈજ્ઞાાનિકો દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સંશોધનમાં પણ આ વાત પુરવાર થાય છે. ન્યુઝીલેન્ડ સહિતના યુરોપિયન દેશોએ ભારતની દેશી ગાય જેવું એ-૨ દૂધ વેચવાનું શરૃ કરી દીધું છે. ન્યૂઝીલેન્ડમાં જર્સી ગાયના એ-૧ પ્રકારના દૂધની સરખામણીએ દેશી ગાયના એ-૨ દૂધનો ભાવ દસ ગણો છે.
જાહેરહીતની અરજીમાં માંગ કરવામાં આવી છે કે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ (પેકીંગ એન્ડ લેબલીંગ) રેગ્યુલેશન-૨૦૧૧ અને ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ પેકિંગ રેગ્યુલેશન-૨૦૧૧ મુજબ ખાદ્ય પદાર્થના દરેક પેકેટ પર તેમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે તે લખવામાં આવે છે ે તે રીતે દૂધ પર પણ આ રીતની વિગતો લખવામાં આવે.

ક્રોસ બ્રીડિંગના કારણે ભારતીય દેશી ગાયો ખલાસ થઈ ગઈ
અમદાવાદ,ગુરૃવાર
જાહેરહીતની અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ભારતીય દેશી ગાયો જેવી કે ગીર, થારપરકર, રાઠી, રેડસીંધી અને સાહીવાલ વગેરેનું દૂધ આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. સરકાર આ ગાયો માટે જર્સી અને હોલ્સટેઈન ગાયોના સીમેન સપ્લાય કરી રહી છે જેના કારણે આરોગ્યપ્રદ એ-૨ દૂધ આપતી આપણી દેશી ગાયો ક્રોસ બ્રીડીંગમાં ખલાસ થઈ રહી છે. આપણી ગાયોના સીમેન વિદેશમાં મોકલવામાં આવી રહ્યાં છે અને યુરોપથી જર્સી ગાયના સીમેન ભારતમાં મંગાવવામાં આવી રહ્યાં છે.

દેશી ગાયનું દૂધ શાસ્ત્રોમાં અમૃત તરીકે ઓળખાય છે
દેશી ગાયના દૂધની અંદરની પ્રોટીનની એમોનિયા એસિડની કડી મજબૂત હોય છે તેથી દૂધના પાચન વખતે નિયમત સમયે જ તે તૂટે છે. જર્સી ગાયની જેમ વચ્ચેથી તુટીને આરોગ્યને નુકસાન કરતું નથી. આથી આપણા શાસ્ત્રોમાં દેશી ગાયના દૂધને અમૃત તરીકે ઓળખાવાયું છે અને અનેક વૈજ્ઞાાનિક સંશોધનના આધારે શાસ્ત્રોની વાત સત્ય પણ પુરવાર થઈ છે.
 
Source :- http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Tuesday, 5 May 2015

ગરીબ છોકરીઓની સ્કૂલ ફી ચૂકવી વડોદરાની નિશિતાનો શિક્ષણ સેવાયજ્ઞા

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

ગરીબ છોકરીઓની સ્કૂલ ફી ચૂકવી વડોદરાની નિશિતાનો શિક્ષણ સેવાયજ્ઞા

મોંઘવારીમાં ગરીબોને સંતાનોની સ્કૂલ ફી પોસાતી ન હોવાથી

દાતાઓ પાસેથી ચેક મેળવી સીધા શાળામાં છોકરીઓની ફી પેટે જમા કરાવી દેવાય છે

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,તા.૫
એક આમ ભારતીયને વળગેલી સહુથી મોંઘી બિમારી એટલે ગરીબી. માણસની વિદ્યાર્થી અવસ્થામાં આ રોગ ભારે આકરો થઇ પડે છે. વડોદરાની એક કોલેજિયન પાંચ વર્ષથી શહેરની સેંકડો વિદ્યાર્થિનીઓની સ્કુલ ફી ચૂકવી આપી એમની પાસે પેલા રોગને ફરકવા દેતી નથી! એમને પુસ્તકો સ્કુલબેગ અને વોટરબેગ પણ પૂરા પાડે છે. દેશના બેટી બચાવો પછીના બેટી પઢાવો મિશનમાં આટલી કામગીરી વડોદરાની ગૌરવપ્રદ સુગંધ છે.
આ વિદ્યાર્થની નિશિતા રાજપૂત બી.કોમ અને સાથે હ્યુમન રીસોર્સીસનો અભ્યાસ કરે છે. શહેરી ફૂટપાથો પર વસતા ગરીબોને નાસ્તો પહોંચાડવા જતાં પિતા સાથે જઇને નિશિતા રોડ પર જન્મેલા નવજાત શિશુ માટે વસ્ત્રો, દવા અને મચ્છરદાની પણ પૂરા પાડતી.
દેશમાં શરૃ થયેલી બેટી બચાવો, બેટી પઢાવો, ઝુંબેશ નિશિતાને સ્પર્શી ગઇ. એણે જોયું કે મોંઘવારીમાં સ્કુલ ફી પોસાતી નહી હોવાથી ગરીબ કુટુંબોની દિકરીઓ ભણી શકતી નથી. આથી નિકિતાએ સમાજના ધનિક વર્ગ કને ગરીબ બાળાઓની સ્કુલ ફી રૃપે આર્થિક મદદ માંગી.
નિશિતાની કાર્યપધ્ધતિ પારદર્શક છે. દાતાઓ પાસેથી મળેલા ચેક જ સીધા શાળામાં ગરીબ વિદ્યાર્થિનીની ફી પેટે જમા કરાવી દેછે.
વડોદરાના બિઝનેસમેન, બિલ્ડર નોકરિયાત અને સિનિયર સીટીઝન જૂથે નિશિતાના શિક્ષણ અભિયાનને હાથોહાથ ઉપાડી લીધું છે. સત્કાર્યનું મેગ્નેટ આણંદ, અમદાવાદ, સુરત, મોરબી, જૂનાગઢ, જોધપુર અને મુંબઇ ઉપરાંત દરિયાપારનાં દેશોમાંથી પણ મદદને ખેંચી લાવી રહ્યું છે. વડોદરાના વેપારી મહાજનો શાળાના યુનિફોર્મનું કાપડ અને વોટર બેગના કાર્ટુન પણ પૂરા પાડી રહ્યા છે.
નિશિતા દાતા પાસેથી હજાર હજાર રૃપિયાના ચેક સ્વીકારે છે. ને જરૃરિયાત મુજબ શાળાઓને આ કામગીરીના દસ્તાવેજો મોકલી અપાય છે. નિશિતાનો સહાયનો હાથ બિલકુલ સ્વચ્છ છે.
''હું ગરીબ વિદ્યાર્થિની માટે છ માસની ફી જ ચૂકવું છું.. બાકીના છ માસની ફી એના માતા-પિતા ભરે મારી મદદ એમને પરાવલંબી બનાવવા માટે નથી.'' એણે કહ્યું નિશિતાને આ કામની કદરરૃપે વડોદરા રત્નથી માંડીને ઇન્ટરનેશનલ લાયન્સ એવોર્ડની નવાજેશ થઇ છે. નિશિતાના પરિવારનો એના આ સેવાયજ્ઞામાં સંપૂર્ણ સહયોગ છે.