Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
પાટીદારોને અનામત અપાશે તો સરકાર ઘરભેગી થશે ઃ બક્ષીપંચની ચીમકી
બીએમડબલ્યુના માલિકોનેેે પછાત કેમ થવું છે ઃ ઓબીસીનો પ્રશ્ન
સાબરમતીમાં ધરણામાં માનવમહેરાણ ઉમટયો

ઓબીસી સમાજની ચીમકી, શાંતિ ડહોળાશે તો સાંખી નહીં લેવાય, નકસલવાદની સ્થિતિ પેદા થશે
અમદાવાદ, તા.૨૩
પાટીદારોએ ઓબીસીમાં સમાવવાની માંગણીને બુલંદ બનાવીને આદોલનને રાજ્યભરમાં જલદ બનાવ્યું છે તો બીજી તરફ, આજે અમદાવાદમાં સાબરમતી આશ્રમ પાસે ઓબીસ એકતા ઝિંદાબાદ,અનામત બચાવોના નારાં સાથે ગુજરાત ઠાકોર ક્ષત્રિય સેનાએ રાજ્યમાં ૧૪૬ ઓબીસી જ્ઞાાતિઓના પ્રતિનિધીઓની ઉપસ્થિતીમાં મહાધરણાં યોજીને પાટીદારોને ઓબીસીમાં સમાવવા સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં, ઓબીસી સમાજે એવી ચિમકી ઉચ્ચારી હતી કે, જો પટેલોનો ઓબીસીમાં સમાવાશે તો સરકારને ઉખાડી ફેકીંશુ . અનામતના બહાના હેઠળ ગુજરાતમાં શાંતિ અને સદભાવનાનો માહોલ ડહોળવામાં આવશે તો તે કોઇપણ ભોગે સાંખી નહીં લેવાય. સબ કો સંમતિ દે ભગવાનના સૂત્ર સાથે યોજાયેલાં ધરણાં રાજ્યભરમાંથી હજારો લોકો ઉમટી પડયાં હતાં.
મહાધરણાંમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે સંબોધન કરતાં જણાવ્યું કે,અનામતને કારણે ઓબીસી સમાજનું એટલો કેટલો વિકાસ થઇ ગયો કે, આજે સમૃધ્ધ ગણાતો પાટીદાર અને બીએમડબલ્યુમાં ફરતાં માલેતુજ્જારોને પછાત થવામાં રસ જાગ્યો છે. ભલું થજો પાટીદારોનું કે,આજે પછાત,આદિવાસી અને ઓબીસી સમાજને પાટીદારોએ અનામતના લાભો વિશે ખબર પાડી છે. ઓબીસીને એક મંચ પર આવવા પાટીદારોએ રાહ ચિંધી છે. આજે પાટીદાર આંદોલનકારીઓ સરકાર સાથે ચર્ચા કરતાંયે નથી જેથી કશુંક રંધાઇ રહ્યું છે તે વાત નક્કી છે. જો આ વાત આટલેથી અહીં નહીં અટકે તો અમે પણ ગામેગામે શક્તિ પ્રદર્શન,રેલીઓ યોજવા તૈયાર છીએ.
અનામતમાં ભાગ પડાવવાનો આક્ષેપ કરતાં તેમણે વધુમાં જણાવ્યું કે, જો ઓબીસી સમાજની લાચારી, મજબૂરીનો લાભ ના ઉઠાવશો, પાટા ના મારશો નહીંતર એ દિવસો દૂર નથીં કે, ગુજરાતમાં નકસવાદ જન્મ લઇ લેશે. ગુજરાતની શાંતિ અને સદભાવના જાળવવાની જવાબદારી તમામ ગુજરાતીઓની છે ત્યારે અનામતના નામે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાશે તો સાંખી નહી લેવાય. ઓબીસી સમાજ અમારો હક છીનવે છે તેવો ભ્રામક પ્રચાર કરાય છે. જે પાટીદાર સમાજ બીજાને આપવા માટે સક્ષમ છે, સમૃધ્ધ છે તે આજે અનામત માંગવા નીકળ્યો છે.ઓબીસીએ એવુ તો શું લઇ લીધું ક, પાટીદારોને આજે અનામત માટે રોડ પર ઉતરવું પડયું છે.
અનામત મેળવવાનો જાણે આજે ટ્રેન્ડ જામ્યો છે. વાસ્તવમાં અનામત નાબૂદ કરવાનો સરકારનો ખુદનો આ છૂપો એજન્ડાં છે તેવો આક્ષેપ કરતાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, જો ૧૨ ટકા વાળાં સરકારને હલાવી શકતાં હોય તો અમે ઓબીસી તો ૭૮ ટકામાં છીએ. આગામી ચૂંટણીઓમાં સૂપડાસાફ કરી દઇશું. સરકારને ઘેર બેસાડી દેવાની તાકાત ઓબીસી સમાજ પાસે પણ છે. કોઇ એક સમાજ પાસે નથી.
સમૃધ્ધ પાટીદારો આજે એમ કહેતાં હોય કે,અમે પછાત રહી ગયા છીએ તો પછાત લોકોની શું દશા હશે તે વિચારવું રહ્યું. આ ગુજરાતના વિકાસના મોડલની સચ્ચાઇને છતી કરે છે તેવા પ્રહારો કરતાં તેમણે જણાવ્યું કે, એક સમયે આજ પાટીદારો અનામતનો વિરોધ કરતાં હતાં, ઓબીસીને અછૂત ગણતાં હતાં.આજે તેઓ ખુદ પછાત,ઓબીસી થવા નીકળ્યાં છે. આજે પાટીદારો રાહ ભૂલ્યાં છે. આગામી દિવસોમાં ઓબીસી સમાજ રાજ્યભરમાં રેલી,શક્તિ પ્રદર્શન કરી ઓબીસી એકતાનો સંદેશો આપશે. ચૌધરી અગ્રણી ભરતભાઇ ચૌધરીએ કહ્યું કે, અત્યાર સુધી ભરતી પર પ્રતિબંધ હતો. હવે એકાદ બે ભરતીમાં ઓબીસીના કેટલાંક લોકોએ નોકરી મેળવી એમાં આટલો હોબાળો કરવાની ક્યાં જરૃર છે. ઓબીસીએ કઇ બીએમડબ્લ્યુ,હેલિકોપ્ટર ખરીદી લીધાં, વૈભવી જીવન જીવી લીધું કે,સમૃધ્ધ પાટીદારોને હવે પછાત થવા રોડ પર ઉતરી પડયાં છે. રબારી,પ્રજાપતિ,માલધારી,આદિવાસી સહિત વિવિધ ઓબીસી જ્ઞાાતિના પ્રતિનિધિઓએ અનામતના મુદ્દે પોતાના વિચારો રજૂ કર્યાં હતાં. મહાધરણાં ડિસા, પાટણ, હિંમતનગર, જૂનાગઢ, અમરેલી, ડાંગ, સુરત સહિત વિવિધ જીલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયાં હતાં પરિણામે સાબરમતી આશ્રમ પાસે જાણે માનવમહેરાણ ઉમટયો હતો. એક તબક્કે પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઇ ગઇ હતી. વાડજ સર્કલથી માંડીને આરટીઓ સર્કલ સુધીનો માર્ગ પોલીસે બંધ કરવો પડયો હતો.ધરણાંને પગલે સાબરમતીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
યુવતીનો આક્રોશ, છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવી દઇશું
મહાધરણાંમાં અમદાવાદની એમબીએમાં અભ્યાસ કરતી યુવતી સોનલ પરમારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરને સ્ટેજ પર રાખડી બાંધીને ઓબીસી સમાજ માટે લડાઇ લડવા આશીર્વાદ આપ્યાં હતાં. તેણે જાહેરમાં એવો આક્રોશ વ્યક્ત કર્યો હતો કે આજે અનામત આંદોલનનું પુનરાવર્તન થવા જઇ રહ્યું છે. જાતિવાદના નામે વર્ગવિગ્રહ કરવા પ્રયાસો થઇ રહ્યાં છે ત્યારે જો ગુજરાતમાં કાંકરીચાળો થયો તો ઓબીસી સમાજ શાંતિ ડહોળનારાંઓને છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવી દેશે.
હાર્દિક પટેલ માલેતુજારની જ્યારે હું ગરીબની લડાઇ લડું છું ઃ અલ્પેશ ઠાકોર
અનામતના મુદ્દે વિરમગામના બે યુવાનો લડાઇ રહ્યાં છે. એક પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે તો બીજો યુવાન ઓબીસી સમાજની તરફેણ કરીને મેદાને કૂદયો છે. ધરણાં અલ્પેશ ઠાકોરે આ મુદ્દે વાત કરતાં કહ્યું કે, હાર્દિક પટેલ માલેતુજ્જારની લડાઇ લડી રહ્યો છે જયારે હું ગરીબ,કચડાયેલા વર્ગની લડાઇ લડવા આવ્યો છું. હું જાહેરાત કરૃ છું કે,કયારે રાજકારણમાં આવીશ નહીં. કોઇ મહેચ્છા નથી.
પાટીદારો ગતિશીલ ગુજરાતની પોલ ઉઘાડી પાડી રહ્યાં છે
મહાધરણાં ૧૪૬ જ્ઞાાતિના પ્રતિનિધીઓએ ઓબીસીની અનામતના મુદ્દે પોતાના વિચારો રજૂ કર્યાં હતાં. આ સૌનો એક સૂર હતો કે, આ જ પાટીદારોના સાત મંત્રીઓ,૪૪ ધારાસભ્યો છે. મુખ્યમંત્રી પટેલ છે.આમ છતાંયે પાટીદારો આજે ખુલ્લેઆમ કહી રહ્યાં છેકે,અમે પછાત થઇ ગયાં છીએ, પાટીદારોના છોકરાઓને નોકરી-રોજગારી નથી. વિકાસથી વંચિત થઇ ગયાં છીએ. આ જ પાટીદારો ભાજપને ખોબલે ખોબલેને મતો આપીને ગતિશિલ ગુજરાતના ગાણાં ગાતાં હતાં આજે તેઓ જ પછાત થવા આંદોલન કરી રહ્યાં છે.
આમ, ગુજરાતના વિકાસના મોડલની ખરી વાસ્તવિકતા છતી થઇ છે તેમ ઓબીસી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું.
પરંપરાગત ડ્રેસ- કેસરી સાફા, પાઘડીઓ સભામાં આકર્ષણ બની
ઠાકોર,માલધારી,રબારી સહિત આદિવાસી સમાજના યુવાઓ ધરણાં પરંપરાગત ડ્રેસ , રંગીન પાઘડી અને કેસરી સાફા પહેરીને આવ્યાં હતાં પરિણામે આ યુવકોએ આકર્ષણ જન્માવ્યું હતું. હાથમાં કડયારી ડાંગ અને કેડિયુ પહેરીને આવેલા માલધારીઓએ પોતાનું આગવી ઓળખ ઉભી કરી હતી.
સૂત્રો,બેનરોએ મહાધરણાં લોકોનું ધ્યાન ખેચ્યું
બીએમડબલ્યુના માલિકોને અનામતની શું જરૃર પડી...
પાટીદારોને હવે કેમ પછાત થવામાં રસ જાગ્યો છે...
ઓબીસીનો ગુજરાતમાં કેટલો વિકાસ થયો....
હું ઓબીસી છું....
આજે સરદાર હોત તો સરકારને શું કહ્યું હોત....
વો ધર્મ-જાત સે તોડેંગે, હમ રાષ્ટ્રવાદ સે જોડેંગે
સેલ્ફ ફાયનાન્સ કોલેજો કોની છે ...
પોલીસે હાઇવે પર ગાડીઓ રોકી, પોલીસને ચિમકી અપાઇ
આજે મહાધરણાંમાં ભાગ લેવા રાજ્યભરમાંથી વિવિધ જ્ઞાાતિઓના લોકો આવી રહ્યાં હતાં ત્યારે ઝુંડાલ,સરખેજ હાઇવે અને ઉત્તર ગુજરાતના મુખ્ય માર્ગો પોલીસ ઘણીં ગાડીઓને અમદાવાદ શહેરમાં જતાં રોકી હતી. આ અંગે જાણ થતાં સ્ટેજ પરથી ખુદ અલ્પેશ ઠાકોરે પોલીસને એવી ચિમકી ઉચ્ચારી હતી કે, અમારી ઓબીસીના લોકોની પોલીસ ગાડીઓ રોકે નહીં. ઓબીસી સમાજ આજે જ રસ્તા પર ઉતર્યો છે.
કોળી પટેલ અગ્રણી અર્જુનભાઇ હોસ્પિટલથી સીધા સ્ટેજ પર આવ્યાં
મહાધરણાં આજે કોળી પટેલ અગ્રણી અર્જુનભાઇ પટેલ બિમાર હોવા છતાંયે હોસ્પિટલના બિછાને સારવાર મેળવ્યાં બાદ સીધાં ધરણાં સ્થળે આવ્યાં હતાં. અર્જુનભાઇ પટેલે બંધારણની કલમ,૩૪૦માં સ્પષ્ટપણે સમાજીક,શૈક્ષણિક ક્ષેત્રે પછાત જાતિને અનામત આપવા ઉલ્લેખ છે ત્યારે બંધારણના ઉપર જઇને અનામતની માંગણી કેટલી યોગ્ય છે.ખુદ પાટીદારો જાણે છેકે, અનામત મેળવવી અઘરી છે. ઓબીસીની જાહેરમાં થતી બદનામી હવે ઓબીસી સમાજ સાંખી નહીં લે. પાટીદારો ખોટો પ્રચાર બંધ કરે.અનામતનો કક્કો નથી તેઓ અનામતની લડાઇ લડવા નીકળ્યાં છે.

Source :- http://www.gujaratsamachar.com
Products :- CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment