Friday, 5 December 2014

ચીનમાં પાંગરેલી લવસ્ટોરી વડોદરામાં લગ્નમાં પરિણમી

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

ચીનમાં પાંગરેલી લવસ્ટોરી વડોદરામાં લગ્નમાં પરિણમી

લવ સ્ટોરી ફ્રોમ બરોડા ટુ બેઇજીંગ

પ્રેમને ભાષા કે સરહદના બંધન નડતા નથી


ચાઇનીઝ યુવતી એમિલી અને વડોદરાના બ્રાહ્મણ યુવક પ્રતિકની રોમાંચક પ્રેમકહાની ઃ એમીલીના માતા-પિતા લગ્ન મહાલી ભાવવિભોર બન્યા
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર
ચીનની કંપનીમાં ફરજ બજાવતા વડોદરાના સોફટવેર એન્જીનિયર બ્રાહ્મણ યુવકની ચાઇનીઝ યુવતી વચ્ચે આંખ મળતાં બંને વચ્ચે પાંગરેલો પ્રેમ આજે લગ્નના બંધનમાં પરિણમ્યો હતો.
વડોદરાના આજવારોડ ખાતેના પાર્ટી પ્લોટમાં હિન્દુ શાસ્ત્રોકત વિધિ મુજબ લગ્ન થયા ત્યારે ચાઇનીઝ યુવતી એમિલી અને તેના માતા-પિતા ભાવ વિભોર બની ગયા હતા. બીજી તરફ બ્રાહ્મણ પરિવાર અને સ્નેહીજનોએ પણ ભારે ઉત્સાહભેર લગ્ન માણ્યા હતા.
વડોદરાના આજવારોડ વિસ્તારની પરિમલ સોસાયટીમાં રહેતા અને વાસદ કોલેજમાં આઇટી એન્જિનિયર થયેલો પ્રતિક રોહિતભાઇ પંડયા તેના માતા પિતાનો એકનો એક પુત્ર છે. ચારેક વર્ષ પહેલા પ્રતિકને ચીન સાથેની કોલોબ્રેશન કંપની મારફતે શોગ્વાંગ શહેરમાં નોકરી મળી હતી. અહીં કંપનીના એક સમારોહમાં બીજી પણ કંપનીઓ ના અધિકારીઓ હાજર હતા. અને તે દરમિયાન તેનો પરિચય એમિલી ગાઓ  સાથે થયો હતો.
પહેલીજ નજરમાં તેઓની મુલાકાત પ્રેમમાં પરિણમી હતી અને બંને જણાએ એક બીજાને પસંદ કરી લીધા હતા.
શોગ્વાંગની વેફંગ યુનિવર્સિટીમાં ઇંગ્લીશ ડિપાર્ટમેન્ટમાં ઇંગ્લીશના કલાસ લેતી એમિલીની સાથે પ્રતિકે થોડો સમય ફરજ પણ બજાવી હતી.
પ્રતિકને એક કમ્પ્યુટર સોફટવેર કંપનીમાં આઇટી એન્જિનિયર તરીકે ઓફર મળતા તેણે સ્વીકારી લીધી હતી અને તે બેઇજિંગમાં સ્થાયી થયો હતો. એમિલીને પણ એક કંપનીમાં જોબની સારી ઓફર મળી ગઇ હતી.
પ્રેમને નાત, જાત, ભાષા કે સરહદના બંધન હોતા નથી. પ્રતિક અને એમિલીએ ભવોભવના બંધનમાં બંધાવવાનું નક્કી કરી લીધુ હતું.
એમિલીના પિતા ગુલાઇ ગાઓ એક પ્રાયમરી સ્કૂલમાં ટિચર છ જ્યારે માતા મહિસ્યા તેઓના પરિવારની પૂરેપૂરી દેખરેખ રાખે છે. એમિલીની સાથે તેના ભાઇ-ભાભી પણ સંયુક્ત કુટુંબમાં રહે છે.
ભાષાની સમસ્યાને પણ એમિલીએ જ ઉકેલી આપી. પ્રતિકે લગ્નનો પ્રસ્તાવ એમિલી મારફતે તેના માતા-પિતા સમક્ષ મુક્યો હતો. એમિલીએ ચાઇનીઝ ભાષામાં પરિવાર સમક્ષ રજૂઆત કરતા તેમણે પ્રસ્તાવને સહર્ષ સ્વીકારી લીધો હતો.
ચીનમાં પાંગરેલી લવ સ્ટોરી આજે વડોદરામાં લગ્નના બંધન સાથે એક રોમાંચક મોડમાં પરિણમી હતી.
પ્રતિકના પિતા રોહિતભાઇ પંડયા, માતા અને બીજા કુટુંબીજનો ચુસ્ત બ્રાહ્મણ છે અને તેમણે પ્રતિકના પગલાને સ્વીકૃતિ આપતા આજે આજવારોડના એક પાર્ટી પ્લોટમાં હિન્દુ શાસ્ત્રોકત વિધિ મારફતે તેઓ લગ્નના બંધનમાં જોડાઇ ગયા હતા.
લગ્નને ઉત્સાહભર માણવામાં માત્ર વર પક્ષ જ નહી પણ કન્યા પક્ષ પણ આગળ રહ્યો હતો. એમિલી સાથે તેના માતા-પિતા આવ્યા હોઇ તેઓ લગ્ન માણીને ભાવવિભોર બની ગયા હતા.

પ્રતિકની વાગ્દત્તા ગાઉ શુ કહે છે કે
વડોદરા, સાસરીમા આવીશ ત્યારે સાડી જ પહેરીશ
ભારતીય પરંપરા મને ખુબ જ પસંદ છે ઃ મહેંદી, સાડી અને ઘરેણા પહેરવાનો શોખ હતો જે હવે પુરો થશે

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર
પ્રતિકે ગાઉ શુનુ નામ બદલીને એમિલી રાખ્યુ છે. એમિલીએ આજે લગ્નની ચોળીમા પહોંચતા પહેલા વાત કરતા કહ્યુ હતું કે મને ભારતીય પરંપરા ખુબ જ પસંદ છે.
ઇન્ટરનેટ પર મહેંદી, ઘરેણા અને ભારતીય પહેરવેશ જોઇને મને થતુ હતું કે હું એક દિવસ ભારત જઇને મારો શોખ પુરો કરીશ. દરમિયાનમાં પ્રતિક સાથે મુલાકાત થઇ અને મને લાગ્યુ કે મારા સપનાનો રાજકુમાર મને મળી ગયો છે.
અમે બન્ને બેઇજીંગમા જોબ કરી રહ્યા છીએ એટલે અમે રહીશુ તો બેઇજીંગમા જ પણ જ્યારે જ્યારે હું સાસરીમા વડોદરા આવીશ ત્યારે ઘરમા સાડી જ પહેરીશ. ગુજરાતી ભોજન કેવુ હોય તેનો મને બહુ પરીચય નથી. પ્રતિક પાસેથી થોડુ ઘણુ જાણ્યુ છે પણ હવે હું તેનો પણ સ્વાદ માણીશ.

એમિલીના કોડ પુરા કરવા આવેલા
માતા-પિતા હોટલને બદલે વરપક્ષના પરિવાર સાથે રહ્યા
એક સપ્તાહમાં તો જાણે વર્ષો જુના સ્નેહી હોય તે રીતે ભળી ગયા

(પ્રતિનિધિદ્વારા)  વડોદરા,શુક્રવાર
એમિલીના લગ્ન માટે એક સપ્તાહ પહેલા વડોદરા આવેલા માતા-પિતાએ હોટલમાં રહેવાનો ઇન્કાર કર્યો હતો અને વરપક્ષ બ્રાહ્મણ પરિવારની સાથે રહેવાનું પસંદ કર્યુ હતું.એમિલીની માતા મહિસ્યા અને પિતા ગુલાઇ ગાઓ ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થઇ ગયા છે.વ્હાલસોયી પુત્રીના ઓરતા પુરા કરવા માતા-પિતા એક સપ્તાહથી વડોદરા આવ્યા છે.વરપક્ષે તેમને માટે હોટલની વ્યવસ્થા કરવાનો આગ્રહ રાખ્યો તો તેમણે ઇન્કાર કરી દીધો હતો. બ્રાહ્મણ પરિવારની સાથે જ તેમણે રહેવાનું પસંદ કર્યુ હતું.ચાઇનીઝ સિવાય બીજી કોઇ જ ભાષા નહી જાણવા છતા એમિલીના માતા-પિતા વરપક્ષના પરિવાર સાથે એવા હળી મળી ગયા છે જાણે વર્ષોથી પરિચિત હોય.
આજે લગ્નની વિધિમાં પણ તેઓ બેઠા હતા અને હાવ-ભાવ વ્યક્ત કરી મહેમાનોની આગતા સ્વાગતા કરી હતી.ગોર પંકજ વાસુદેવ શાસ્ત્રીએ લગ્નની વિધિ કરાવી ત્યારે વચ્ચે-વચ્ચે વર-વધૂ વિધિ કરાવતા મહિસ્યા અને ગુલાઇ ગાઓને સમજાવી રહ્યા હતા.

માતા-પિતા ચાઇનીઝ સિવાય કોઇ ભાષા જાણતા નથી
માતા-પિતા માટે એમિલીનો પુત્રી ધર્મ બોઇલ વોટર અને ફુડ બનાવી આપે છે
ચીનની પ્રજા હેલ્થ માટે ખુબજ સતર્ક ઃ એમિલીની માતાએ સ્વીટ તો ખાધી પણ કસરત કરી લીધી

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર
ચાઇનીઝ સિવાય કોઇ ભાષા નહી જાણતા એમીલીના માતા-પિતાની રહેણીકરણી પરથી જાણી શકાય છે કે ચીનની પ્રજા હેલ્થ માટે કેટલી જાગૃત છે. શિક્ષક ખાતા ગુલાઇ ગાઓ અને માતા મહિસ્યાની લાડકીપુત્રી એમીલી એક સપ્તાહથી માતા પિતા સાથે રહીને પુત્રીધર્મ બજાવી રહી છે.
એમીલીના માતા-પિતા ચાઇનીઝ સિવાય બીજી કોઇ જ ભાષા જાણતા નથી. આમ છતાં એમીલી તેમની એટલી કાળજી રાખે છે કે તેમને સહેજ પણ અજાણ્યુ ન લાગે એમીલીનું ઇંગ્લીશ ઉપર સારૃ પ્રભુત્વ હોઇ તે કોઇપણ વાત અંગ્રેજીમાં સાંભળી લે છે.  અને માતા -પિતાને ચાઇનીઝ ભાષામાં સમજાવી આપે છે.
ચાઇનીઝ પ્રજા હેલ્થમાટે કેટલી સતર્ક છે. તે એમીલી અને તેના માતા-પિતાની રહેણીકરણી પરથી જાણી શકાય છે. ચાઇનીઝ પ્રજા મહદઅંશે રાઇસ સબજીનો ઉપયોગ કરે છે. તેમજ બોઇલ વોટર પીએ છે. જ્યારે મસાલાનો ઓછો ઉપયોગ કરે છે. એમીલી અહીં તેના માતા પિતાનું બોઇલ વોટર ફુડ તૈયાર કરી આપે છે. બે દિવસ પહેલા એમીલીની માતાએ સ્વીટ ખાઇ લીધી હતી. પરંતુ પછીથી કસરત કરી લીધી હતી.

એમિલીનું નામ નહીં બદલાય ભારતમાં સ્થાયી થવાની ઇચ્છા
(પ્રતિનિધિદ્વારા)  વડોદરા,શુક્રવાર
લગ્ન બાદ એમિલીનું નામ નહી બદલવાનો તેની સાથે લગ્ન કરનાર પ્રતિક પંડયાએ નિર્ધાર કર્યો છે. પ્રતિકે જણાવ્યુ હતું કે, ભવિષ્યમાં અમને બંનેને સારી તક મળશે તો ભારતમાં સ્થાયી થવાનું પણ વિચારીશુ.એમિલીનું નામ લગ્ન પછી પણ એજ રાખવાનો અમે નિર્ણય કર્યો છે.

એમીલીને અફસોસ ભાઇ-ભાભી આવી ન શક્યા
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર
એમીલીના ભાઇ ભાભીની વડોદરામાં આવી લગ્ન મ્હાલવાની ઇચ્છા પુરી ન થઇ શકી તેનો એમીલીને અફસોસ થતો હશે. એમીલીનો ભાભીને પ્રસુતિ થઇ હોઇ તેઓ લગ્નમાં આવી શક્યા  ન હતા.

ચીનમાં જઇ ચીની પરંપરા મુજબ પણ લગ્ન કરાશે
(પ્રતિનિધિદ્વારા)  વડોદરા,શુક્રવાર
ચીનની યુવતી એમિલી અને વડોદરાના બ્રાહ્મણ યુવક પ્રતિકે વડોદરામાં આવી હિન્દુ શાસ્ત્રોકત વિધિ મુજબ લગ્ન કર્યા બાદ તેઓ ચીનમાં ત્યાંની પરંપરા મુજબ લગ્ન કરી રજિસ્ટ્રેશન કરાવશે.


 

Source :- http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment