Sunday, 23 August 2015

કૃષ્ણનગરમાં પાટીદારોની જંગી જાહેર સભા યોજાઇ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

કૃષ્ણનગરમાં પાટીદારોની જંગી જાહેર સભા યોજાઇ

૨૫ ઓગસ્ટ પાટીદાર એકતા દિવસ તરીકે ઉજવાશે

૨૭ ઓગસ્ટે આગામી લડતની રૃપરેખા તૈયાર કરવામાં આવશે

અમદાવાદ,રવિવાર
નરોડા વિસ્તારમાં આજે રાત્રે ૯ કલાકે કૃષ્ણનગર સરદાર ચોક ખાતે પાટીદરોની વિશાળ જનસભા યોજાઇ હતી. જેમાં હવેથી દર વર્ષે ૨૫મી ઓગસ્ટે પાટીદાર એકતા દિવસ મનાવવાની ઘોષણા કરાઇ હતી. પાટીદારોએ આ સભામાં અનામત ન મળે ત્યાં સુધી લડત ચલાવવાનું પણ એલાન કર્યું હતું. ૨૫મીની મહાક્રાંતિ રેલી પછીની લડતની રૃપરેખા ૨૭મી ઓગસ્ટે નક્કી કરવાની જાહેરાત કરાઇ હતી.
ત્રીસ હજારથી પણ વધુની જનમેદની આ સભામાં ઉમટી પડી હતી. સભામાં જીગર પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સ્કીલ ડેવલોપમેન્ટની વાત કરે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે ૫૦ ટકાવાળાને અનામતના જોરે નોકરી મળી જાય છે અને ૯૦ ટકા વાળા રખડી પડે છે. આ તો ક્યાંનો ન્યાય.
ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે વિભક્ત પટેલ સમાજ હવે અનામતના મામલે એક થયો છે. હવેથી દર વર્ષે ૨૫મી ઓગસ્ટે દરેક પાટીદાર પોતાના ધરે શીરા-લાપસીના આંધણ મુકીને પાટીદાર એકતા દિવસ મનાવશે. ચાલુ સભામાં ૨૦૦૦ બાઇકો અને ૧૦૦ ડોક્ટરો પરિવારો જોડાયા હતા.
રેલીમાં અશ્વિન સોરઠીયાએ જણાવ્યું હતું કે હવે અન્યાય સાંખી નહી લેવાય.
૨૫મીએ પાટીદારોએ તેમની તાકાત બતાવી દેવાની છે. અનામતના નામે રાજકારણ રમવાની કોઇ પેરવી કરશે તો તેના ઘરના છાપરા પણ ઉખાડી નાંખવાની ચિમકી અપાઇ હતી.
 
Source :- http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

અમદાવાદની રેલીમાં સુરતના બે લાખથી વધુ પાટીદારો જોડાશે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

અમદાવાદની રેલીમાં સુરતના બે લાખથી વધુ પાટીદારો જોડાશે

સુરત ટુ અમદાવાદ

અત્યાર સુધીમાં ૫૦ હજારથી વધુ સુરતી પાટીદારો અમદાવાદ પહોંચ્યા

અમદાવાદમાં રચનારા ઇતિહાસનો હિસ્સો બનવા સુરતી પાટીદારોની દોટ
(પ્રતિનિધિ દ્વારા)     સુરત, રવિવાર
સુરતમાં શાનદાર પ્રદર્શન બાદ સુરતી પાટીદારો હવે અમદાવાદમાં રચનારા ઇતિહાસમાં હિસ્સો બનવા થનગની રહ્યા છે. સોમવારે ઘણા યુવાનો અમદાવાદ જવા નીકળશે તો ઘણાએ અગાઉથી જ ધામા નાખી દીધા છે.
અમદાવાદ ખાતે ૨૫મી ઓગષ્ટે અનામત અંગે વિશાળ રેલી નીકળશે. જેમાં જોડાવા માટે સુરતી પાટીદારોએ બસ, ટ્રેન, કાર અને બાઇક દ્વારા અમદાવાદની વાટ પકડી લીધી છે. માહિતી મુજબ આજ સુધીમાં ૫૦ હજારથી વધુ સુરતીઓ અમદાવાદ પહોંચી ગયા છે. અનામત રેલીમાં સુરતના બે લાખથી વધુ પાટીદારો જોડાય તેવી શક્યતા છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિ તથા અન્ય સમિતિઓ રવિવારે રાત્રે અમદાવાદ જવા રવાના થશે. આ સાથે ૧૦૦૦ જેટલા સ્વયંસેવકો પણ આજે રાત્રે જ રવાના થશે. જેઓ ત્યાં પણ રેલી દરમિયાન સેવા આપશે.

સ્ટેજ પર સુરતી સ્વયં સેવકો
અમદાવાદ ખાતે યોજાનારી જાહેર સભાના સ્ટેજ પર જે સ્વયં સેવકો હશે તે સુરતના હશે. સ્ટેજ પરની તમામ જવાબદારી સુરતને સોંપવામાં આવી છે. આ સિવાય પણ રેલીમાં અને અન્ય વ્યવસ્થામાં સુરતના સ્વયં સેવકો ખડપગે હાજર રહેશે.

આજે ૭૦થી વધુ કાર નીકળશે
વરાછા જળક્રાંતિ મેદાન પાસેથી ૭૦ થી વધુ કાર્સમાં પાટીદાર યુવાનો અમદાવાદ તરફ ગતિ કરશે. ગુ્રપના આગેવાન કિશોર ડાયાણીએ કહ્યું કે સવારે ૯ વાગ્યે શ્રેયાંસ સ્કૂલ પાસેથી રેલી રૃપે મીની બજાર સ્થિત સરદારની પ્રતિમાને ફુલહાર કરીને અમદાવાદ તરફ નીકળીશું. આ સિવાય ઘણા બધા પોત-પોતાની રીતે અમદાવાદ જશે.
 
Source :- http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

રાજપુત સમાજ અનામત માટે સુરતમાં રેલી કાઢી આવેદન પત્ર આપશે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

રાજપુત સમાજ અનામત માટે સુરતમાં રેલી કાઢી આવેદન પત્ર આપશે

આંદોલનની આગ બીજા સમાજમાં પણ પ્રસરી

અનામત પ્રથા બંધ કરોની માગી સાથે ૨૮ ઓગષ્ટે રેલી

રજપુતને અનામતમાં સમાવેશ કરો અથવા અનામત પ્રથા બંધ કરોની માગી સાથે ૨૮ ઓગષ્ટે રેલી
(પ્રતિનિધિ દ્વારા)     સુરત, રવિવાર
પાટીદાર અનામત આંદોલનની પ્રબળ માગણી સાથે અન્ય સમાજ પણ અનામતની માગણી કરી રહ્યાં છે. આગામી ૨૮ ઓગષ્ટના રોજ ક્ષત્રિય ગણાતા રાજપુત સમાજ દ્વારા પણ અનામત આંદોલન માટેની રેલીનું આયોજન કરવામા ંઆવ્યું છે. સુરતની આ રેલીમાં રાજપુતોને મોટી સંખ્યામાં જોડાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે.
પાટીદાર બાદ અનામત માટેની માગણી રાજપુત સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. આગામી ૨૮ ઓગષ્ટના રોજ સવારે ૧૦-૩૦ વાગ્યે મગોબ ખાતે સમાજની વાડી ખાતે રાજપુત સમાજના લોકો ભેગા થશે. ભેગા થયેલા લોકો કલેક્ટર કચેરી જઈને રેલી કાઢીને રાજપુત સમાજને અનામતમાં સમાવવા માટેની માગણી કરશે. આ  રેલી માટેના પત્રિકાઓ ફરી રહી છે તેમાં અભી નહીં તો કભી નહીં જેવો સુત્રો સાથે લખાયું છે કે, રાજપુત સમાજને અનામતમાં સમાવેશ કરો અથવા તો અનામત પ્રથા જ દુર કરો તેવી માગણી કરવામાં આવી છે.
 
Source :- http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

સોશિયલ મીડિયા પર અનામત તરફેણ અને વિરોધમાં ચિત્ર-વિચિત્ર મેસેજનો હુમલો

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

સોશિયલ મીડિયા પર અનામત તરફેણ અને વિરોધમાં ચિત્ર-વિચિત્ર મેસેજનો હુમલો

અનામત આંદોલન માટે સોશિયલ મીડિયા બન્યું રણ મેદાન

અનામત લેવા માટે પાટીદારોના ત્રણ રસ્તા

નિવેદન, આવેદન પછી પણ ન માને તો દે ધનાધન જેવા મેસેજોથી સોશિયલ મીડિયા છલકાયું
(પ્રતિનિધિ દ્વારા)     સુરત, રવિવાર
સુરત સહિત સમગ્ર ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનની આગ શરૃ થઈ છે. આ આગ હવે દેશમાં પણ ફેલાઈ તેવી રીતે ગોઠવણ થઈ રહી છે.  આગામી ૨૪ ઓગષ્ટના રોજ પાટીદારોનું આંદોલન ભલે અમદાવાદમાં હોય પરંતુ શોશ્યલ મિડિયા આંદોલન પહેલાં રણ મેદાન જેવું બની ગયું છે. શોશ્યલ મિડિયા પર પાટીદારો અનામત લઈને જ જંપશે તે માટે જુદા જુદા આક્રમક મેસેજનો મારો થઈ રહ્યો છે. તો આની સાથે અનામત પ્રથા જ્ઞાાતિ પ્રમાણે નહીં આર્થિક સ્થિતિ પ્રમાણે ચાલુ રાખવા માટે પણ મોટી સંખ્યામાં મેસેજનો મારો થઈ રહ્યો છે. અનામત આંદોલન અંગે તરફેણ અને વિરોધમાં થતાં મેસેજોના કારણે વોટ્સ અપ અને ફેસ બુક જેવા શોશ્યલ મિડિયા આંદોલનને ફેલાવવા માટેનું કામ કરી રહ્યાં છે. શોશ્યલ મિડિયા પર સતત થઈ રહેલા મેસેજના મારા તથા તેના માટેની પ્રતિક્રિયાથી સતત બીપ બીપ અવાજ વિવિધ ગુ્રપોમાંથી આવી રહ્યો છે.
પાટીદાર અનામત આંદોલન અંગે શરૃ થયેલી નાની પહેલને વધુ પ્રજ્વલિત કરવામાં શોશ્યલ મિડિયાનો સૌથી મોટો ફાળો છે. સરકારે આંદોલનને શરૃઆતમાં ગંભીરતાથી ન લીધા બાદ શોશ્યલ મિડિયા પર સંખ્યાબંધ ગુ્રપમાં ફરી રહેલા મેસેજના કારણે આંદોલનની આગ વધુ પ્રસરી છે. તેમાં પમ ૨૫ ઓગષ્ટની રેલી પહેલાં શોશ્યલ મિડિયા જાણે રણમેદાન બની ગયું હોય તેવી રીતે આંદોલન અંગેના મેસેજનો વરસાદ વરસી રહ્યો છે.
હાલમાં એક મેસેજ સૌથી વધુ ગુ્રપમાં ફરી રહ્યો છે તે પાટીદાર અનામતની તરફેણમાં છે. મેસેજમાં લખાયું છે કે, પાટીદાર અનામત આંદોલનના ત્રણ રસ્તા, નિવેદન, આવેદન પછી પણ જો સરકાર ન માને તો દે ધનાધન. ધ્યાનમાં રાખજો સરકારી બાબુઓ. પાટીદાર પાવર. આ પ્રકારનો મેસેજ માત્ર પાટીદાર ગુ્રપ જ નહીં પરંતુ અનેક ગુ્રપમાં ધનાધન ફરી રહ્યો છે. આ ઉપરાંત એક મેસેજ એવો પણ વાયરલ થયો છે જેમાં જણાવાયું છે કે સરકાર પાટીદારોને અનામત  આપે અથવા અનામતને સંપુર્ણ રીતે હટાવી લે તે જરૃરી છે.
આ ઉપરાંત એક મેસેજમાં અમદાવાદમાં પાટીદાર યુવાનો પહોંચી ગયાં છે તેવો ફોટોગ્રાફ  સાથે લખાયું છે કે અમે પહોંચી ગયાં તમે ક્યારે નિકળો છો.? પાટીદારોને અનામત આપવા માટે જાત જાતના મેસેજ ફરી રહ્યાં છે તેની સાથે સાથે હવે અનામતને સંપુર્ણ નાબુદ કરવા અને જો અનામત રાખવું જ હોય તો જ્ઞાાતિ પ્રમાણે નહીં પરંતુ આર્થિક સ્થિતિ પ્રમાણે અનામત રાખવામાં આવે જેથી કોઈ પણ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તેવી માગણી સાથેના મેસેજ વોટ્સ અપ અને ફેસ બુક પર ફરી રહ્યાં છે. જેમાંથી કેટલાક મેસજ કેટલાક સમુહની લાગણી દુભાઈ તેવા પણ છે તેના કારણે આગામી દિવસોમાં શોશ્યલ મિડિયા પરના મેસેજથી વર્ગ વિગ્રહ થાય તેવી પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે.
હાલમાં તો ૨૫ ઓગષ્ટની પાટીદારની રેલી અને સભા માટેના મેસેજ ફરી રહ્યાં છે પરંતુ શોશ્યલ મિડિયા પર જે રીતે અનામત તરફી અને અનામત વિરોધી મેસેજ ફરી રહ્યાં છે તે જોતાં આગામી દિવસોમાં શોશ્યલ મિડિયા થકી જ આંદોલનને વધુ વેગ મળે તેવો ટ્રેન્ડ શરૃ થશે તેમાં કોઈ નવાઈની વાત રહેશે નહીં.

સૈનિકની ભરતી માટે અનામતનો  કટાક્ષ
- જમ્મુ અને કાશ્મીરની બોર્ડ પર ૧૦થી વધુ આતંકવાદીઓ આવી ગયાં છે. તેમનો સમાનો કરવા માટે ૧૦૦  માણસોની તાત્કાલિક જરૃર છે. ભરતી આ મુજબ કરવામાં આવશે.
- એસ.સી. ૬૦
- ઓ.બી.સી. ૩૦
- જનરલ ૧૦
રજીસ્ટ્રેશન માટે નીચેની વેબ સાઈટ પર લોગ ઓન કરો, ડબ્ય્યુ. ડબલ્યુ. ડબ્લ્યુ, છે ત્રેવડ ડોટ કોમ

અનામતવાળાની સ્કુલ અને હોસ્પીટલ અલગ બનાવો
- જો પાટીદારોને અનામત આપી ન શકાય તો મોદી સાહેબને એટલું જ કહેવાનું કે ઓ.બી.સી., એસ.સી., એસ.ટી. માટે આટલું કરજો.
- અનામત સ્કુલ ખોલો જેમાં અનામતવાળા સાહેબો ભણાવે અને તેમના જ બાળકો અભ્યાસ કરે.
- અમાનત હોસ્પીટલ ખોલો જેમાં અનામત ડોક્ટર અને અનામત નર્સ જ હોય.
- અનામત મેડિકલ અને એન્જીન્યરીંગ કોલેજ ખોલો જેમાં અનામત કેટેગરીવાળાને ૫૦ ટકા વાળા જ પ્રોફેસરો ભણાવતા હોય.
- પાંચ વર્ષ માટે આટલું કરી જુઓ પછી દેશની સ્થિતિ જુઓ. અનામતથી દેશ અમેરિકા જેવો બને છે કે આફઘાનિસ્તાન જેવો

ચાલ હવે મતના રાજકારણનો જ વિરોધ કરીએ
- ચાલને આંદોલન જ કરવું હોય તો સમાન સિવિલ કોડ માટે કરીએ. એક જ દેશમાં અલગ અલગ જાતિ માટેના અલગ અલગ કાયદાનો વિરોધ કરીએ.
-બધાજ નાગરિકોને ભારતીય બનાવવા માટેનું આંદોલન કરીએ.
-રાષ્ટ્ર ધર્મને બધા જ ધર્મથી  ચઢિયાતો બનાવવા માટેની ચળવળ કરીએ.
- સંતો- મહંતો, મૌલવીઓ અને પાદરીઓ કરતાં શહિદોને વંદન કરવાની ઝુંબેશ કરીએ.
- રોજ ભીખ માગીને અમેરિકા પાસે શાંતિની ભીખ માગવા કરતાં તો બધુ જ અશાંત કરી દઈએ.
- ક્યાં સુધી મતના અને મોતના સોદાગરોથી ડરતા રહીશું, ચાલ હવે મતના રાજકારણનો જ વિરોધ કરીએ.
 
Source :- http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

પાટીદારોને અનામત અપાશે તો સરકાર ઘરભેગી થશે ઃ બક્ષીપંચની ચીમકી

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

પાટીદારોને અનામત અપાશે તો સરકાર ઘરભેગી થશે ઃ બક્ષીપંચની ચીમકી

બીએમડબલ્યુના માલિકોનેેે પછાત કેમ થવું છે ઃ ઓબીસીનો પ્રશ્ન

સાબરમતીમાં ધરણામાં માનવમહેરાણ ઉમટયો

ઓબીસી સમાજની ચીમકી, શાંતિ ડહોળાશે તો સાંખી નહીં લેવાય, નકસલવાદની સ્થિતિ પેદા થશે
અમદાવાદ, તા.૨૩
પાટીદારોએ ઓબીસીમાં સમાવવાની માંગણીને બુલંદ બનાવીને આદોલનને રાજ્યભરમાં જલદ બનાવ્યું છે તો બીજી તરફ, આજે અમદાવાદમાં સાબરમતી આશ્રમ પાસે ઓબીસ એકતા ઝિંદાબાદ,અનામત બચાવોના નારાં સાથે ગુજરાત ઠાકોર ક્ષત્રિય સેનાએ રાજ્યમાં ૧૪૬ ઓબીસી જ્ઞાાતિઓના પ્રતિનિધીઓની ઉપસ્થિતીમાં મહાધરણાં યોજીને પાટીદારોને ઓબીસીમાં સમાવવા સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં, ઓબીસી સમાજે એવી ચિમકી ઉચ્ચારી હતી કે, જો પટેલોનો ઓબીસીમાં સમાવાશે તો સરકારને ઉખાડી ફેકીંશુ . અનામતના બહાના હેઠળ ગુજરાતમાં શાંતિ અને સદભાવનાનો માહોલ ડહોળવામાં આવશે તો તે કોઇપણ ભોગે સાંખી નહીં લેવાય. સબ કો સંમતિ દે ભગવાનના સૂત્ર સાથે યોજાયેલાં ધરણાં રાજ્યભરમાંથી હજારો લોકો ઉમટી પડયાં હતાં.
મહાધરણાંમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે સંબોધન કરતાં જણાવ્યું કે,અનામતને કારણે ઓબીસી સમાજનું એટલો કેટલો વિકાસ થઇ ગયો કે, આજે સમૃધ્ધ ગણાતો પાટીદાર અને બીએમડબલ્યુમાં ફરતાં માલેતુજ્જારોને પછાત થવામાં રસ જાગ્યો છે. ભલું થજો પાટીદારોનું કે,આજે પછાત,આદિવાસી અને ઓબીસી સમાજને પાટીદારોએ અનામતના લાભો વિશે ખબર પાડી છે. ઓબીસીને એક મંચ પર આવવા પાટીદારોએ રાહ ચિંધી છે. આજે પાટીદાર આંદોલનકારીઓ સરકાર સાથે ચર્ચા કરતાંયે નથી જેથી કશુંક રંધાઇ રહ્યું છે તે વાત નક્કી છે. જો આ વાત આટલેથી અહીં નહીં અટકે તો અમે પણ ગામેગામે શક્તિ પ્રદર્શન,રેલીઓ યોજવા તૈયાર છીએ.
અનામતમાં ભાગ પડાવવાનો આક્ષેપ કરતાં તેમણે વધુમાં જણાવ્યું કે, જો ઓબીસી સમાજની લાચારી, મજબૂરીનો લાભ ના ઉઠાવશો, પાટા ના મારશો નહીંતર એ દિવસો દૂર નથીં કે, ગુજરાતમાં નકસવાદ જન્મ લઇ લેશે. ગુજરાતની શાંતિ અને સદભાવના જાળવવાની જવાબદારી તમામ ગુજરાતીઓની છે ત્યારે અનામતના નામે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાશે તો સાંખી નહી લેવાય. ઓબીસી સમાજ અમારો હક છીનવે છે તેવો ભ્રામક પ્રચાર કરાય છે. જે પાટીદાર સમાજ બીજાને આપવા માટે સક્ષમ છે, સમૃધ્ધ છે તે આજે અનામત માંગવા નીકળ્યો છે.ઓબીસીએ એવુ તો શું લઇ લીધું ક, પાટીદારોને આજે અનામત માટે રોડ પર ઉતરવું પડયું છે.
અનામત મેળવવાનો જાણે આજે ટ્રેન્ડ જામ્યો છે. વાસ્તવમાં અનામત નાબૂદ કરવાનો સરકારનો ખુદનો આ છૂપો એજન્ડાં છે તેવો આક્ષેપ કરતાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, જો ૧૨ ટકા વાળાં સરકારને હલાવી શકતાં હોય તો અમે ઓબીસી તો ૭૮ ટકામાં છીએ. આગામી ચૂંટણીઓમાં સૂપડાસાફ કરી દઇશું. સરકારને ઘેર બેસાડી દેવાની તાકાત ઓબીસી સમાજ પાસે પણ છે. કોઇ એક સમાજ પાસે નથી.
સમૃધ્ધ પાટીદારો આજે એમ કહેતાં હોય કે,અમે પછાત રહી ગયા છીએ તો પછાત લોકોની શું દશા હશે તે વિચારવું રહ્યું. આ ગુજરાતના વિકાસના મોડલની સચ્ચાઇને છતી કરે છે તેવા પ્રહારો કરતાં તેમણે જણાવ્યું કે, એક સમયે આજ પાટીદારો અનામતનો વિરોધ કરતાં હતાં, ઓબીસીને અછૂત ગણતાં હતાં.આજે તેઓ ખુદ પછાત,ઓબીસી થવા નીકળ્યાં છે. આજે પાટીદારો રાહ ભૂલ્યાં છે. આગામી દિવસોમાં ઓબીસી સમાજ રાજ્યભરમાં રેલી,શક્તિ પ્રદર્શન કરી ઓબીસી એકતાનો સંદેશો આપશે. ચૌધરી અગ્રણી ભરતભાઇ ચૌધરીએ કહ્યું કે, અત્યાર સુધી ભરતી પર પ્રતિબંધ હતો. હવે એકાદ બે ભરતીમાં ઓબીસીના કેટલાંક લોકોએ નોકરી મેળવી એમાં આટલો હોબાળો કરવાની ક્યાં જરૃર છે. ઓબીસીએ કઇ બીએમડબ્લ્યુ,હેલિકોપ્ટર ખરીદી લીધાં, વૈભવી જીવન જીવી લીધું કે,સમૃધ્ધ પાટીદારોને હવે પછાત થવા રોડ પર ઉતરી પડયાં છે. રબારી,પ્રજાપતિ,માલધારી,આદિવાસી સહિત વિવિધ ઓબીસી જ્ઞાાતિના પ્રતિનિધિઓએ અનામતના મુદ્દે પોતાના વિચારો રજૂ કર્યાં હતાં. મહાધરણાં ડિસા, પાટણ, હિંમતનગર, જૂનાગઢ, અમરેલી, ડાંગ, સુરત સહિત વિવિધ જીલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયાં હતાં પરિણામે સાબરમતી આશ્રમ પાસે જાણે માનવમહેરાણ ઉમટયો હતો. એક તબક્કે પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઇ ગઇ હતી. વાડજ સર્કલથી માંડીને આરટીઓ સર્કલ સુધીનો માર્ગ પોલીસે બંધ કરવો પડયો હતો.ધરણાંને પગલે સાબરમતીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

યુવતીનો આક્રોશ, છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવી દઇશું
મહાધરણાંમાં અમદાવાદની એમબીએમાં અભ્યાસ કરતી યુવતી સોનલ પરમારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરને સ્ટેજ પર રાખડી બાંધીને ઓબીસી સમાજ માટે લડાઇ લડવા આશીર્વાદ આપ્યાં હતાં. તેણે જાહેરમાં એવો આક્રોશ વ્યક્ત કર્યો હતો કે આજે અનામત આંદોલનનું પુનરાવર્તન થવા જઇ રહ્યું છે. જાતિવાદના નામે વર્ગવિગ્રહ કરવા પ્રયાસો થઇ રહ્યાં છે ત્યારે જો ગુજરાતમાં કાંકરીચાળો થયો તો ઓબીસી સમાજ શાંતિ ડહોળનારાંઓને છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવી દેશે.

હાર્દિક પટેલ માલેતુજારની જ્યારે હું ગરીબની લડાઇ લડું છું ઃ અલ્પેશ ઠાકોર
અનામતના મુદ્દે વિરમગામના બે યુવાનો લડાઇ રહ્યાં છે. એક પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે તો બીજો યુવાન ઓબીસી સમાજની તરફેણ કરીને મેદાને કૂદયો છે. ધરણાં અલ્પેશ ઠાકોરે આ મુદ્દે વાત કરતાં કહ્યું કે, હાર્દિક પટેલ માલેતુજ્જારની લડાઇ લડી રહ્યો છે જયારે હું ગરીબ,કચડાયેલા વર્ગની લડાઇ લડવા આવ્યો છું. હું જાહેરાત કરૃ છું કે,કયારે રાજકારણમાં આવીશ નહીં. કોઇ મહેચ્છા નથી.

પાટીદારો ગતિશીલ ગુજરાતની પોલ ઉઘાડી પાડી રહ્યાં છે
મહાધરણાં ૧૪૬ જ્ઞાાતિના પ્રતિનિધીઓએ ઓબીસીની અનામતના મુદ્દે પોતાના વિચારો રજૂ કર્યાં હતાં. આ સૌનો એક સૂર હતો કે, આ જ પાટીદારોના સાત મંત્રીઓ,૪૪ ધારાસભ્યો છે. મુખ્યમંત્રી પટેલ છે.આમ છતાંયે પાટીદારો આજે ખુલ્લેઆમ કહી રહ્યાં છેકે,અમે પછાત થઇ ગયાં છીએ, પાટીદારોના છોકરાઓને નોકરી-રોજગારી નથી. વિકાસથી વંચિત થઇ ગયાં છીએ. આ જ પાટીદારો ભાજપને ખોબલે ખોબલેને મતો આપીને ગતિશિલ ગુજરાતના ગાણાં ગાતાં હતાં આજે તેઓ જ પછાત થવા આંદોલન કરી રહ્યાં છે.
આમ, ગુજરાતના વિકાસના મોડલની ખરી વાસ્તવિકતા છતી થઇ છે તેમ ઓબીસી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું.

પરંપરાગત ડ્રેસ- કેસરી સાફા, પાઘડીઓ સભામાં આકર્ષણ બની
ઠાકોર,માલધારી,રબારી સહિત આદિવાસી સમાજના યુવાઓ ધરણાં પરંપરાગત ડ્રેસ , રંગીન પાઘડી અને કેસરી સાફા પહેરીને આવ્યાં હતાં પરિણામે આ યુવકોએ આકર્ષણ જન્માવ્યું હતું. હાથમાં કડયારી ડાંગ અને કેડિયુ પહેરીને આવેલા માલધારીઓએ પોતાનું આગવી ઓળખ ઉભી કરી હતી.

સૂત્રો,બેનરોએ મહાધરણાં લોકોનું ધ્યાન ખેચ્યું
બીએમડબલ્યુના માલિકોને અનામતની શું જરૃર પડી...
પાટીદારોને હવે કેમ પછાત થવામાં રસ જાગ્યો છે...
ઓબીસીનો ગુજરાતમાં કેટલો વિકાસ થયો....
હું ઓબીસી છું....
આજે સરદાર હોત તો સરકારને શું કહ્યું હોત....
વો ધર્મ-જાત સે તોડેંગે, હમ રાષ્ટ્રવાદ સે જોડેંગે
સેલ્ફ ફાયનાન્સ કોલેજો કોની છે ...

પોલીસે હાઇવે પર ગાડીઓ રોકી, પોલીસને ચિમકી અપાઇ
આજે મહાધરણાંમાં ભાગ લેવા રાજ્યભરમાંથી વિવિધ જ્ઞાાતિઓના લોકો આવી રહ્યાં હતાં ત્યારે ઝુંડાલ,સરખેજ હાઇવે અને ઉત્તર ગુજરાતના મુખ્ય માર્ગો પોલીસ ઘણીં ગાડીઓને અમદાવાદ શહેરમાં જતાં રોકી હતી. આ અંગે જાણ થતાં સ્ટેજ પરથી ખુદ અલ્પેશ ઠાકોરે પોલીસને એવી ચિમકી ઉચ્ચારી હતી કે, અમારી ઓબીસીના લોકોની પોલીસ ગાડીઓ રોકે નહીં. ઓબીસી સમાજ આજે જ રસ્તા પર ઉતર્યો છે.

કોળી પટેલ અગ્રણી અર્જુનભાઇ હોસ્પિટલથી સીધા સ્ટેજ પર આવ્યાં
મહાધરણાં આજે કોળી પટેલ અગ્રણી અર્જુનભાઇ પટેલ બિમાર હોવા છતાંયે હોસ્પિટલના બિછાને સારવાર મેળવ્યાં બાદ સીધાં ધરણાં સ્થળે આવ્યાં હતાં. અર્જુનભાઇ પટેલે બંધારણની કલમ,૩૪૦માં સ્પષ્ટપણે સમાજીક,શૈક્ષણિક ક્ષેત્રે પછાત જાતિને અનામત આપવા ઉલ્લેખ છે ત્યારે બંધારણના ઉપર જઇને અનામતની માંગણી કેટલી યોગ્ય છે.ખુદ પાટીદારો જાણે છેકે, અનામત મેળવવી અઘરી છે. ઓબીસીની જાહેરમાં થતી બદનામી હવે ઓબીસી સમાજ સાંખી નહીં લે. પાટીદારો ખોટો પ્રચાર બંધ કરે.અનામતનો કક્કો નથી તેઓ અનામતની લડાઇ લડવા નીકળ્યાં છે.
 
Source :- http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Friday, 21 August 2015

ચેનલના ઈન્ટરવ્યુમાં ભાજપના નેતાએ કહ્યું પાટીદારનો પ્રશ્ન ન પુછતાં

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

ચેનલના ઈન્ટરવ્યુમાં ભાજપના નેતાએ કહ્યું પાટીદારનો પ્રશ્ન ન પુછતાં

પાટીદાર અનામત માટે ભાજપના નેતાઓ મગનું નામ મરી નથી પાડતાં

પત્રકાર પરિષદમાં પાટીદાર આંદોલન મુદ્દે ગોળ ગોળ જવાબો અપાયા

સુરતમાં રક્ષા બંધન અંગે માહિતી આપવા માટેની પત્રકાર પરિષદમાં પાટીદાર આંદોલન મુદ્દે ગોળ ગોળ જવાબો અપાયા
(પ્રતિનિધિ દ્વારા)     સુરત, શુક્રવાર
ગુજરાતમાં વિકરાળ બની રહેલા પાટીદાર આંદોલન અંગે બોલતાં ભાજપના નેતાઓ ધુ્રજી રહ્યાં છે. ભાજપના નેતાઓ મોટી મોટી વાતો કરે છે પરંતુ પાટીદાર આંદોલન અંગેન વાત આવે એટલે જવાબ આપતાં તેમની જીભ ગોટા વળી જાય છે. સુરતમાં રક્ષા બંધનની માહિતી માટે યોજાયેલી પત્રકાર પરિષદ બાદ ટીવી ચેનલમાં ઈન્ટરવ્યુ પહેલાં ભાજપના પ્રદેશ મહામંત્રીએ પહેલા જ કહી દીધું હતું રક્ષા બંધન અંગે પ્રશ્ન પુછજો પાટીદાર આંદોલન અંગે કોઈ પ્રશ્ન પુછતાં નહી. આ પહેલાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાજપના નેતાઓએ પાટીદાર આંદોલન અંગે પુછેલા પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો.
સુરતના તમામ વિસ્તારમાં ભાજપની મહિલા પાંખની કાર્યકરો રાખડી બાંધવાનો કાર્યક્રમ કરવા સાથે ભાજપની સિધ્ધિ લોકો સુધી લઈ જાય તેવું આયોજન ભાજપે કર્યું છે. આ અંગેની પત્રકાર પરિષદમાં ભાજપના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારે માહિતી આપીને રક્ષા બંધન નિમિત્તે પ્રધાનમંત્રી સુરક્ષા વિમા કવચ આપવાનું જણાવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં પાટીદારો આંદોલનને આક્રમક બનાવી રહ્યાં છે અને ગુજરાતની સુરક્ષા જોખમાઈ તેવા કેટલાક મેસેજ શોશ્યલ મિડિયા પર ફરી રહ્યાં છે તે અંગે શું કહો છો તેવું પુછાયું હતું. જોકે, આવા મેસેજ ફેરવનારા સામે કેવા પગલાં ભરાશે તેની સીધી વાત કરવાના બદલે માત્ર સરકાર કામગીરી કરી રહી છે તેવું રટણ ચાલું રાખ્યું હતું.
પત્રકાર પરિષદ  પુરી થયાં બાદ ચેનલના પત્રકારોએ તેમનું ઈન્ટવ્યું કર્યો હતો ઈન્ટરવ્યુ પહેલાં જ ભરતિસંહ પરમારે કહી દીધું હતું કે રક્ષાબંધન અંગે જે પુછવું હોય તે પુછજો પણ પાટીદાર આંદોલન અંગે કશું પુછતાં નહીં. તેમ કહીને તેઓએ ઈન્ટરવ્યુ આપ્યો હતો.
 
Source :- http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

નવસારીમાં અનાવિલ સમાજે પણ અનામત માટે રણશીંગુ ફુંક્યું

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

નવસારીમાં અનાવિલ સમાજે પણ અનામત માટે રણશીંગુ ફુંક્યું

તા.૨૪ ઓગષ્ટે જલાલપોરથી રેલી નીકળશએ ઃ તા.૨૨મીએ મીટીંગ મળશે

અનામત આપવા અથવા દુર કરવાની માંગ સાથે તા.૨૪ ઓગષ્ટે જલાલપોરથી રેલી નીકળશએ ઃ તા.૨૨મીએ મીટીંગ મળશે
નવસારી, શુક્રવાર
નવસારી જિલ્લામાં પાટીદારોનું અનામત આંદોલન વેગ પકડી રહ્યુ છે. ત્યાં નવસારી જિલ્લાના અનાવિલ સમાજ દ્વારા પણ અનામત માંગણી અંગેનું રણશીંગુ ફૂંકવામાં આવ્યુ છે. નવસારી જિલ્લા અનાવિલ સમાજ દ્વારા અનામત માટે આગામી તા.૨૪મી ઓગષ્ટ-૨૦૧૫ના રોજ રેલીનું એલાન આપવામાં આવ્યુ છે.
નવસારી જિલ્લામાં પાટીદાર સમાજ દ્વારા અનામત આંદોલનનાં સમર્થનમાં આગામી તા.૨૪મી ઓગષ્ટના રોજ રેલીનું એલાન આપવામાં આવ્યુ હતું. રાજ્યભરમાં પાટીદાર સમાજના અનામત આંદોલન વેગપકડી રહ્યુ છે. ત્યારે આજે રોજ નવસારી જિલ્લા અનાવિલ સમાજ દ્વારા પણ અનામતની માંગણી માટે રણશીંગુ ફૂંકવામાં આવ્યુ છે અને આ સાથે અનામત આંદોલનનું એલાન પણ આપવામાં આવ્યુ છે. તે માટે નવસારી જિલ્લા અનાવિલ સમાજ દ્વારા આગામી તા.૨૪-૮-૧૫ના રોજ અનાવિલ સમાજ માટે અનામત આપવાની અથવા અનામત દુર કરવાની માંગણી સાથે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. અનાવિલ સમાજની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ રેલી જલાલપોર ગ્રામ પંચાયત કચેરીની સવારે ૮-૩૦ કલાકે નીકળી કલેકટર કચેરીએ જશે. વઘુમાં અનાવિલ સમાજને અનામતની માંગણી માટે આગામી રણનીતિ નક્કી કરવા માટે આગામી તા.૨૨-૮-૧૫ના રોજ સાંજે ૭-૦૦ કલાકે ગણદેવી અનાવિલ વાડી ખાતે મિટીંગનું આયોજન પણ કરવામાં આવ્યુ છે. જેમાં અનાવિલ જ્ઞાાતિજનોને હાજર રહેવા અપીલ કરવામાં આવી હતી.

ગણદેવી અનાવિલ સમાજની બેઠકમાં ધ્યાન દોરાયું હતું
પાટીદાર અનામત આંદોલન આગની જવાળાની જેમ રાજ્યભરમાં ફેલાઇ રહ્યું છે ત્યારે તેના પ્રત્યાઘાતો સમાજની મિટીંગમાં આ અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું. ધમડાછાના સામાજીક કાર્યકર અનિલ બી વશીએ સમાજની પ્રમુખને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, યુવાનો ૭૦ ટકાથી વધુ માર્કસ લાવતા હોવા છતા તેઓને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મળતો નથી. પરિણામે આર્થિક રીતે નબળા કુટુંબોએ પણ જેમ તેમ નાણાંકીય વ્યવસ્થા કરી લાખોના ડોનેશન આપી નોન ગ્રાન્ટેડ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવો પડે છે. કેટલાક યુવાનો હોશિયાર હોવા છતા ડોનેશનના અભાવે અપેક્ષિત ઉચ્ચ શિક્ષણથી વંચિત રહે છે. આવા સંજોગોમાં અનાવિલ સમાજ પણ શૈક્ષણિક ક્ષેત્રમાં અનાવિલ અનામત માટે વિચારણા કરે.
 
Source :- http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

બારડોલીના ગૌરવપથ પર અનામતની માંગ સાથે પાટીદારોની વિશાળ રેલી

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

બારડોલીના ગૌરવપથ પર અનામતની માંગ સાથે પાટીદારોની વિશાળ રેલી

સરદારની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી નીકળેલી રેલી

ટ્રેક્ટર, બાઇક, કાર સાથે ૮,૦૦૦થી વધુ પાટીદારો જોડાયા

બારડોલી, શુક્રવાર
બારડોલી પાટીદાર અનામત આંદોલન સમિતિની રચના બાદ મીટીંગો શરૃ કરી આજે શુક્રવારે બારડોલી નગરમાં ગૌરવપથ પર વિશાળ રેલી કાઢી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને ઓબીસી અને એસબીસીનીમાં સમાવેશ કરવાની માંગ કરી છે. રેલી બાદ યુવાનોએ અમદાવાદની રેલીમાં જોડાવા ૩ થી ૪ યુવાનોને જવાબદારી સોંપી હતી.
ગુજરાતભરમાં પાટીદાર સમાજ દ્વારા અનામતમાં સમાવેશ કરવાની માંગ સાથે રેલીઓ યોજી આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા શરૃ કરેલુ આંદોલન ગામડાઓમાં પ્રવેશી ચુક્યુ છે. સુરત શહેરમાં મહારેલી બાદ જિલ્લાના નગરોમાં આંદોલન જોર પકડતુ જાય છે. સુરત જિલ્લાના મુખ્યમથક અને સરદાર વલ્લભભાઇ પટેલની કર્મભૂમિ બારડોલી ખાતે પણ પાટીદાર સમાજે આજે વિશાળ રેલી કાઢી હતી. સતત ૩ દિવસ સુધી ગૃપ મીટીંગો કરીને બારડોલી, કામરેજ, પલસાણા અને મહુવા તેમજ વાલોડ તાલુકાના ગામોના અંદાજે ૮,૦૦૦થી વધુ પાટીદારો ટ્રેક્ટર, બાઇક અને કાર લઇને આજે શુક્રવારે રેલીમાં જોડાયા હતા. બારડોલીનગરમાં ગૌરવપથ પર સરદાર બાગાયત ખાતે પાટીદાર યુવાનો અને આગેવાનો ભેગા થયા હતા. સરદાર આર્કેડ પરિસરમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને સુતરની આંટી અર્પણ કરીને રેલીની શરૃઆત કરી હતી. ટ્રેક્ટર બાઇક અને ચાલતા યુવાનો, આગેવાનો, મહિલાઓ વિશાળ સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. સ્વંયસેવકો અને પોલીશ બંદોબસ્ત વચ્ચે રેલી રેલ્વે સ્ટેશનથી ગૌરવપથ પર લીમડા ચોક થઇ સુરતી જકાતનાકાથી સેવાસદન કચેરીએ પહોંચી હતી. જ્યાં પાટીદાર અનામત આંદોલન સમિતિ બારડોલી અને સમગ્ર દક્ષિણ ગુજરાત કાછીયા પટેલ સમાજ દ્વારા નાયબ કલેક્ટર કે.જે.રાઠોડને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં સમસ્ત પાટીદાર સમાજને ઓબીસીમાં તથા જે પાટીદાર ખાતેદાર મટી ગયા છે તેઓને એસબીસીમાં સમાવેશ કરવાની માંગ કરી છે. આવેદનપત્ર આપ્યા બાદ યુવાનોએ ઉપસ્થિત પાટીદારોને આગામી લડતની રૃપરેખા આપી હતી. તેમજ અમદાવાદ ખાતે રેલીમાં જોડાવા માટે સોસાયટીઓ, ગામડાઓની યાદી અને વાહનોની નોંધણી કરવા માટે બારડોલીના ૩ યુવાનોને જવાબદારી સોંપવામાં આવી છે. પાટીદાર અનામત આંદોલનમાં રાજકીય આગેવાનોને દૂર રાખવાની અપીલ કરી છે. આપાણી અનામતની માંગણી અંગેની લડત આપણે લડી લઇશું.

અનામત નહીં તો મતદાન નહીંઃ રેલીમાં બેનરો સાથે પ્રદર્શન
- એક ફૂલ, દો ફૂલ પાટીદાર હૈ બ્યુટીફૂલ
- ઉઠો જાગો અને અનામત તરફ ભાગો
- નો ઇફેક્ટ નો ડિફેક્ટ અનામત માટે પાટીદાર પરફેક્ટ
- કયામત લેકે આયે હૈ અનામત લેકે જાયેંગે
- પાટીદાર સમાજે બહુ સહન કર્યું પણ હવે નહીં
- અનામત અમારો હક્ક છે અને શાનથી લઇશું.
- જય સરદાર, જય પાટીદાર
- અનામત નહીં તો મતદાન નહીં
- પાટીદાર એકતા જીંદાબાદ

તાપી જિલ્લાના પાટીદારો પણ રેલીમાં ઉમટી પડયા
બારડોલી નગરમાં નીકળેલી પાટીદાર અનામત આંદોલનની રેલીમાં સુરત અને તાપી જિલ્લાના ગામોના પાટીદારો ઉમટી પડયા હતા. સુરત જિલ્લાના બારડોલી, કામરેજ, પલસાણા, માંડવી ્ને માંગરોળ તાલુકાના ગામોમાંથી પાટીદાર યુવાનો, આગેવાનો અને મહિલાઓ રેલીમાં ભાગ લીધો હતો. તાપી જિલ્લાના વાલોડ તથા વ્યારા તાલુકાના ગામના યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા